Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC અધ્યક્ષ બનતા જ Jay Shah એ આપ્યું મોટું નિવેદન, હવે લેશે આ મોટા નિર્ણયો...

જય શાહે આપ્યું મોટું નિવેદન BCCI નું પદ છોડવું પડશે હેતુ ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવું ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ની કમાન એક ભારતીયના હાથમાં આવી ગઈ છે. વાસ્તવમાં, જય શાહ ICC ના...
icc અધ્યક્ષ બનતા જ jay shah એ આપ્યું મોટું નિવેદન  હવે લેશે આ મોટા નિર્ણયો
  1. જય શાહે આપ્યું મોટું નિવેદન
  2. BCCI નું પદ છોડવું પડશે
  3. હેતુ ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવું

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ની કમાન એક ભારતીયના હાથમાં આવી ગઈ છે. વાસ્તવમાં, જય શાહ ICC ના આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જય શાહ ઓક્ટોબર 2019 થી BCCI સેક્રેટરી અને જાન્યુઆરી 2021 થી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પદ પર હતા પરંતુ હવે તેઓ 1 ડિસેમ્બર, 2024 થી ICC નું પ્રતિષ્ઠિત પદ સંભાળશે. તે ICC નું સૌથી મોટું પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ હશે. તેણે 35 વર્ષની વયે આ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.

Advertisement

જય શાહે આપ્યું મોટું નિવેદન...

વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી શાહને પ્રમુખ તરીકે ચૂંટવાનો માર્ગ મોકળો થયો હતો. ICC પ્રમુખ બન્યા બાદ શાહે ક્રિકેટની વૈશ્વિક પહોંચ અને લોકપ્રિયતા વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. શાહે કહ્યું કે તેઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ બનવાથી ખૂબ જ ખુશ છે. તે ક્રિકેટને વધુ વૈશ્વિક બનાવવા માટે ICC ટીમ અને સભ્ય દેશો સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.

Advertisement

આ પણ વાંચો : ICC અધ્યક્ષ બનતા જ Jay Shah એ રચ્યો ઈતિહાસ, જાણો કેવી રહી તેમની સફર...

ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવું...

તેમણે જણાવ્યું હતું કે ICC એક નિર્ણાયક મોરચે ઊભું છે જ્યાં વિવિધ ફોર્મેટની અખંડિતતા જાળવવી, અદ્યતન તકનીકોને અપનાવવા પ્રોત્સાહન આપવું અને નવા વૈશ્વિક બજારોમાં મોટી ઘટનાઓનો પરિચય કરવો મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે, તેનો હેતુ ક્રિકેટને પહેલા કરતા વધુ લોકપ્રિય બનાવવાનો છે. તમને જણાવી દઈએ કે, શાહ સતત બે ટર્મ સુધી ICC અધ્યક્ષ પદ પર રહી શકે છે અને ત્યારબાદ તેઓ 2028 માં BCCI અધ્યક્ષ પદ પર પરત ફરી શકે છે. તમને જણાવી દઈએ કે, કોઈ વ્યક્તિ માત્ર 6 વર્ષ સુધી જ BCCI અધ્યક્ષ પદ પર રહી શકે છે, ત્યારબાદ તેણે ત્રણ વર્ષના કૂલીંગ પીરિયડમાંથી પસાર થવું પડશે.

Advertisement

આ પણ વાંચો : Jay Shah ની ICC ના નવા ચેરમેન તરીકે બિનહરીફ પસંદગી, વર્લ્ડ ક્રિકેટમાં ભારતનો દબદબો

BCCI નું પદ છોડવું પડશે...

શાહે હવે BCCI સેક્રેટરીનું પદ છોડવું પડશે જે તેઓ છેલ્લા 5 વર્ષથી સંભાળી રહ્યા છે. શાહ હાલમાં ICC ની ફાઇનાન્સ અને બિઝનેસ અફેર્સ સબ-કમિટીના વડા છે. તેઓ 2022 માં આ સબ-કમિટીના અધ્યક્ષ બન્યા હતા. જય શાહ ICC અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા 5 મા ભારતીય છે. અગાઉ જગમોહન દાલમિયા (1997-2000), શરદ પવાર (2010-2012), એન શ્રીનિવાસન (2014-2015) અને શશાંક મનોહર (2015-2020) આ પદ સંભાળી ચૂક્યા છે. અગાઉ ICC માં પ્રમુખનું પદ હતું જેને વર્ષ 2016 માં નાબૂદ કરવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ ICC અધ્યક્ષનું પદ લાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : BCCI ની મોટી જાહેરાત, જુનિયર ક્રિકેટમાં મળશે POTM, આ ટૂર્નામેન્ટમાં પણ મળશે ઈનામ

Tags :
Advertisement

.