Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jawahar Chavda એ PM મોદીને લખેલા પત્રથી રાજ્યનાં રાજકારણમાં ઘમાસાણ! એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા

જવાહર ચાવડાનાં (Jawahar Chavda) પત્રથી ગુજરાતનું રાજકારણ ગરમાયું જવાહર ચાવડા કોંગ્રેસમાં પણ પક્ષવિરોધી કામ કરતા હતા : ખટારિયા સિંગ-દાળિયા ખાઈ પાર્ટી ઊભી કરનારાને હવે કોઈ પૂછતું પણ નથી કનુ ભાલાળા 300 થી પણ વધુ બોગસ સહકારી મંડળીઓ ઊભી કરાઈ...
jawahar chavda એ pm મોદીને લખેલા પત્રથી રાજ્યનાં રાજકારણમાં ઘમાસાણ  એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા
  1. જવાહર ચાવડાનાં (Jawahar Chavda) પત્રથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
  2. જવાહર ચાવડા કોંગ્રેસમાં પણ પક્ષવિરોધી કામ કરતા હતા : ખટારિયા
  3. સિંગ-દાળિયા ખાઈ પાર્ટી ઊભી કરનારાને હવે કોઈ પૂછતું પણ નથી કનુ ભાલાળા
  4. 300 થી પણ વધુ બોગસ સહકારી મંડળીઓ ઊભી કરાઈ છે : ભરત અમિપરા

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chavda) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) સંબોધી એક પત્ર લખ્યો છે જે બાદ રાજ્યનાં રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. પત્રમાં ભાજપથી (BJP) નારાજ જવાહર ચાવડાએ જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ મામલે હવે એક પછી એક પૂર્વ મંત્રી અને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિ લખેલા પત્રમાં જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આરોપ લગાવતા હતા અને લખ્યું હતું કે, પાર્ટીમાં 'એક વ્યક્તિ એક હોદ્દો' છે પણ કિરીટ પટેલે આ નિયમને નેવે મૂકીને ત્રણ હોદ્દા મેળવ્યા છે. કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી એક સાથે 3 હોદ્દા પર છે. આ સાથે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા પ્રમુખે પોતાનાં હોદ્દાનો દુરુપયોગ કરી બીજા હોદ્દા મેળવ્યા છે. આ પત્ર જાહેર થતા હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે, જેના કારણે રાજ્યમાં રાજકારણે ગરમાયું છે.

જી-હજૂરી કરનારાઓની ભાજપમાં બોલબાલાઃ કનુ ભાલાળા

માહિતી મુજબ, આ મામલે પૂર્વ મંત્રી કનુ ભાલાળાની (Kanu Bhalala) પ્રતિક્રિયા સામે આપવી છે. તેમણે જવાહર ચાવડાના (Jawahar Chavda) સમર્થનમાં નિવેદન આપતા કહ્યું કે, ભાજપમાં પ્રદેશ નેતાગીરીની એવી તે શું મજબૂરી છે કે એકને એક વ્યક્તિને રિપીટ કરવાની? અગાઉ અમે પણ કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ, કોઈ પગલાં લેવમાં આવ્યા નથી. કનુ ભાલાળાએ કહ્યું કે, સિંગ-દાળિયા ખાઈ પાર્ટી ઊભી કરનારાને હવે કોઈ પૂછતું પણ નથી. ઉઘાડા પગે ફરીને પાર્ટી ઊભી કરનારા હાંસિયામાં ઘકેલાયા છે. કનુ ભાલાળાએ કહ્યું કે, પાર્ટીમાં જી-હજૂરી કરનારાઓની જ બોલબાલા છે. જ્યારે સિનિયર આગેવાનોને હાસ્યમાં ધકેલી દેવાયા છે. જૂનાગઢ (Junagadh) જિલ્લામાં હજી પણ સક્ષમ આગેવાનો છે.

Advertisement

આ પણ વાંચો - PM Modi's Birthday: વડનગર પહોંચ્યા ભજન સમ્રાટ અનુપ જલોટા, PM મોદી વિશે કહી અદભુત વાત!

Advertisement

ક્લાસ 1 અધિકારીઓને પણ ધમકાવીને પોતાનાં કામ કરાવે છે : ભરત અમિપરા

આ મામલે વિપક્ષ પણ મેદાને આવ્યું છે. ભાજપ પર પ્રહાર કરવાની એક પણ તક ન ચૂકનાર વિપક્ષનાં જુનાગઢ કોંગ્રેસ (Congress) પ્રમુખ ભરત અમિપરાએ (Bharat Amipara) પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પણ જવાહર ચાવડાની વાતનું સમર્થન કરી જિલ્લા ભાજપ પ્રમુખ મનમાની ચલાવતા હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, 300 થી પણ વધુ બોગસ સહકારી મંડળીઓ ઊભી કરાઈ છે. ક્લાસ 1 અધિકારીઓને પણ દબાવી-ધમકાવીને પોતાનાં કામ કરાવે છે. ત્રણ વર્ષનો હોદ્દો BJP એ આ નિયમ કિરીટ પટેલ (Kirit Patel) માટે નેવે મૂક્યો છે. તેમણે કહ્યું કે, CR પાટીલનાં (CR Patil) સહકાર વગર આ શક્ય ન હોય. ગીર સોમનાથમાં પણ હવે વર્ચસ્વ જમાવવા કોશિશ કરી રહ્યા છે. સતત ભ્રષ્ટાચાર આચરતા જિલ્લા પ્રમુખને પ્રજા ઓળખે અને હકીકતથી વાકેફ થાય એ જરૂરી છે.

આ પણ વાંચો -Ganesh Visarjan : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં આંગણે ગણેશ વિસર્જન કાર્યક્રમ યોજાયો, સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યાં

જવાહર ચાવડા કોંગ્રેસમાં પણ પક્ષવિરોધી કામ કરતા હતા : દિનેશ ખટારિયા

બીજી તરફ આ મામલે સાવજ ડેરી ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ ખટારિયાએ (Dinesh Khataria) પણ પ્રતિક્રિયા આપી હતી અને જવાહર ચાવડા પર અનેક આક્ષેપો કરી કહ્યું હતું કે, જવાહર ચાવડા કોંગ્રેસમાં પણ પક્ષવિરોધી કામ કરતા હતા. જવાહર ચાવડા કોંગ્રેસમાં જે કરતા તે જ હવે ભાજપમાં (BJP) પણ કરી રહ્યા છે. દિનેશ ખટારિયાએ કહ્યું કે, કિરીટ પટેલને કાર્યકર્તા તરીકેની કામગીરીને કારણે હોદ્દો મળ્યો છે. BJP કોઈ કાર્યકર્તાનાં કહેવા મુજબ નહિ, પણ મોવડી મંડળના કહેવા પ્રમાણે ચાલે છે. અરવિંદ લાડાણી અને મનસુખ માંડવીયાને હરાવવા જવાહર ચાવડાએ પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમને કર્યાં હતા. જો કે, હવે આ મામલે BJP મોવડી મંડળ શું પગલાં લેશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો -Harsh Sanghvi : CM અંગે અફવા મામલે ગૃહ રાજ્યમંત્રી રોષે ભરાયા, કહ્યું- બેજવાબદારીપૂર્વક વિપક્ષ..!

Tags :
Advertisement

.