Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરનો Nirlipt Rai ની ટીમે કર્યો પર્દાફાશ

Nirlipt Rai : 'જામતારા' નામથી કદાચ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે, જે અજાણ હશે. અન્ય કોઈના નામે જારી થયેલા સીમકાર્ડનો ઉપયોગ કરી દેશભરમાં છેતરપિંડી કરવા માટે કુખ્યાત ગણાતા ગઠીયાઓ હવે ગુજરાતમાં સક્રિય છે. Jamtara ની જેમ ખેતરોમાં બેસીને...
05:39 PM Sep 19, 2024 IST | Bankim Patel
Gang of thugs has been running the network for a year

Nirlipt Rai : 'જામતારા' નામથી કદાચ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે, જે અજાણ હશે. અન્ય કોઈના નામે જારી થયેલા સીમકાર્ડનો ઉપયોગ કરી દેશભરમાં છેતરપિંડી કરવા માટે કુખ્યાત ગણાતા ગઠીયાઓ હવે ગુજરાતમાં સક્રિય છે. Jamtara ની જેમ ખેતરોમાં બેસીને શેરબજારના નામે લોકોને લાખોનો ચૂનો લગાવતી ગેંગના બે સાગરીતોને  નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની ટીમ SMC એ પકડી પાડ્યા છે. કયાં છે ગુજરાતનું જામતારા અને કેવી રીતે આચરે છે ઠગાઈ. વાંચો આ અહેવાલ...

 

Nirlipt Rai ની ટીમને શું માહિતી મળી ?

એક ચોક્કસ ટોળકી ઉત્તર ગુજરાત (North Gujarat) ના ગામોમાં સક્રિય છે. શેરબજાર (Stock Market) માં રોકાણ કરાવી મોટો નફો કરાવવાની લાલચ આપી આ ઠગ ટોળકી દેશભરના લોકોને ચૂનો લગાવી રહી છે. મહેસાણા જિલ્લા (Mahesana District) ના કેટલાંક તાલુકાઓમાં આ ગેંગ મોટાપાયે ખેતરોમાં બેસીને કામ કરી રહી છે. આ માહિતી મળતા નિર્લિપ્ત રાયે ડીવાયએસપી કે. ટી. કામરીયા ( K T Kamariya) ને કામે લગાડ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ State Monitoring Cell ની બે  ટીમ મહેસાણા જિલ્લામાં પહોંચી ગઈ.

 

પ્રથમ દરોડો સતલાસણાના જસપુર ગામે પડ્યો

એસએમસી પીઆઈ જી. આર. રબારી (G R Rabari PI) અને તેમનો સ્ટાફ ખેડૂત અને મજબૂર જેવો વેશધારણ કરીને સતલાસણા તાલુકા (Satlasana Taluka) ના જસપુર ગામની સીમમાં પહોંચ્યા હતા. સવારે સાડા દસેક વાગ્યાના સુમારે જસપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં ઝાડની નીચે બેસીને મોબાઈલ ફોનથી લોકોને ઠગતા શખ્સો સુધી પહોંચી ગયા હતા. શંકા પડતા ત્રણ પૈકીના બે શખ્સો વિજય વિનુજી ઠાકોર અને સંદીપ ઉદાજી ઠાકોર (બંને રહે. જસપુર ભાઠા, તા. સતલાસણા ) બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અજય સુરસંગરજી ઉર્ફે પકાજી ઠાકોર (રહે. જસપુર ભાઠા વિસ્તાર) ફોન અને એક કોન્ટેક્ટ લિસ્ટ સાથે ઝડપાઈ ગયો હતો. અજય ઠાકોરે જણાવ્યું હતું કે, તે કાકાના દિકરા વિજય વિનુજી ઠાકોર માટે કામ કરે છે. છેતરપિંડીનો શિકાર કરવા માટે લોકોના નામ અને સંપર્ક નંબર વડનગરનો વિપુલ ઠાકોર આપે છે. શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કરી આપવાની લાલચ આપીને રકમ વિજય ઠાકોરના બેંક ઑફ બરોડા (Bank of Baroda) ના એકાઉન્ટમાં QR Code થી ઑનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. આ મામલે સતલાસણા પોલીસ સ્ટેશન (Satlasana Police Station) ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?


સફળતા મળતા વડનગરના છાબલીયા ગામે બીજો દરોડો

Team SMC ને જસપુર ગામે સફળતા મળતા બીજી ટીમના પીએસઆઈ વી. એન. પંડ્યા (V N Pandya PSI) સ્ટાફે સાથે વડનગરના છાબલીયા ગામે ત્રાટક્યા હતા. ખેતરમાં લીમડા નીચે બેસેલા પાંચ શખ્સો પૈકી 4 ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. કી પેડવાળા ફોન સાથે પકડાયેલા આરોપી વિષ્ણુ અરજણજી ઠાકોર (રહે. છાબલીયા તા. વડનગર) પાસેથી મળેલી બાઈકની ચાવીની તપાસ કરતા પાસેના ખેતરમાંથી બે બાઈક અને બે મોબાઈલ ફોન બીનવારસી મળી આવ્યા હતા. વિપુલ ઉદાજી ઠાકોર, શૈલેષ પ્રધાનજી ઠાકોર અને ગોંવિદ પથુજી ઠાકોર (ત્રણેય રહે. છાબલીયા ગામ) ને વડનગર પોલીસ સ્ટેશન (Vadnagar Police Station) ના ચોપડે ફરાર દર્શાવાયા છે. વિષ્ણુ ઠાકોરે પૂછપરછમાં જણાવ્યું છે કે, તે તેના પિતરાઈ ભાઇ વિપુલ ઉદાજી માટે કામ કરતો હતો. ફરાર શૈલેષ અને ગોવિંદ તેની સાથે પગાર-કમિશનથી કામ કરતા હતા. જ્યારે કલ્પેશ ફુલાજી ઠાકોર કોન્ટેકટ નંબરનો ડેટા (Contact Number Data) પૂરો પાડતો હતો.

પગાર મામૂલી, કામ પ્રમાણે તગડુ કમિશન

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા અને વડનગર તાલુકા (Vadnagar Taluka) માં દરોડા દરમિયાન પકડાયેલા આરોપીઓએ મહિને 5 હજારનો પગાર મળતો હોવાની કબૂલાત કરી છે. પગાર ઉપરાંત મળતા કમીશન માટે લબરમુછીયાઓ ઠગ ટોળકીમાં સામેલ થાય છે. ઠગાઈની રકમ પર 5 ટકાથી લઈને 20 ટકા સુધીનું કમિશન આપવામાં આવે છે.

Tags :
Bank of BarodaBankim PatelContact Number DataG R Rabari PIGujarat FirstJamtaraJournalist BankimK T KamariyaMahesana DistrictNirlipt RaiNorth GujaratQR CodeSatlasana Police StationSatlasana TalukaState Monitoring CellStock MarketTeam SMCV N Pandya PSIVadnagar Police StationVadnagar Taluka
Next Article