Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar : વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1 વ્યક્તિનું મોત

જામનગરમાં સાધના કોલોની આવાસનું બિલ્ડિંગ ધરાશાયી થયું આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે. બિલ્ડિંગમાં ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું ઘટના બાદ જર્જરિત હાલતમાં આવાસને તંત્રે ખાલી કરાવ્યાં જામનગરમાં (Jamnagar) વહેલી સવારે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના બની...
jamnagar   વહેલી સવારે સાધના કોલોની આવાસનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી  1 વ્યક્તિનું મોત
  1. જામનગરમાં સાધના કોલોની આવાસનું બિલ્ડિંગ ધરાશાયી થયું
  2. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે.
  3. બિલ્ડિંગમાં ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું
  4. ઘટના બાદ જર્જરિત હાલતમાં આવાસને તંત્રે ખાલી કરાવ્યાં

જામનગરમાં (Jamnagar) વહેલી સવારે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. સાધના કોલોની આવાસનું 3 માળનાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી (BuildingCollapsed) થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ત્વરિત આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી છે. ઘટના બાદ જર્જરિત આવાસને તંત્રે ખાલી કરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bharuch: હિંદુઓને દુષ્પ્રેરણા કરતી પત્રિકા તૈયાર કરનાર મુફ્તીની કરવામાં આવી ઘરપકડ

સાધના કોલોની આવાસમાં 3 માળનાં બિલ્ડિંગ ધરાશાયી

જામનગરમાં (Jamnagar) આવેલા સાધના કોલોની આવાસમાં (Sadhana Colony Housing Avas) વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. આવાસમાં આવેલું 3 માળનું બિલ્ડિંગ અચાનક તાશનાં પત્તાની જેમ ધરાશાયી (BuildingCollapsed) થયું હતું. આ ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા ફાયરની ટીમ (Fire Brigade) પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગનાં કાટમાળમાં ફસાયેલ એક વ્યક્તિનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે, આ ગોઝારી ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch: સોશિયમ મીડિયામાં હિંદુ ધર્મની લાગણી દુભાય તેવી અભદ્ર ગાળો લખી, પોલીસે ત્રણ વિધર્મીને દબોચ્યા

Advertisement

1 વ્યક્તિનું મોત, 1 નું રેસ્ક્યૂ કરાયું

માહિતી મુજબ, ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operations) ચાલુ છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બનતા સ્થાનિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ જર્જરિત થયેલા આવાસને તંત્ર ખાલી કરાવ્યા છે. જણાવી દઈએ કે, ગત વર્ષે પણ આ વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં 3 લોકોના મૃત્યું થયા હતા.

આ પણ વાંચો - Harshad Bhojak ના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો

Tags :
Advertisement

.