Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu Kashmir : કુલગામમાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે Firing

Jammu Kashmir Encounter : છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીવાદીઓ (Terrorists) ખૂબ સક્રિય થઇ ગયા છે. આજે એકવાર ફરી જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam) માં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો (Indian Security Forces) વચ્ચે એન્કાઉન્ટર  (Encounter) શરૂ થયું. દક્ષિણ કાશ્મીરના આ વિસ્તારમાં ભારે...
03:16 PM Jul 06, 2024 IST | Hardik Shah
Jammu Kashmir Encounter

Jammu Kashmir Encounter : છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીવાદીઓ (Terrorists) ખૂબ સક્રિય થઇ ગયા છે. આજે એકવાર ફરી જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam) માં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો (Indian Security Forces) વચ્ચે એન્કાઉન્ટર  (Encounter) શરૂ થયું. દક્ષિણ કાશ્મીરના આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મોદરાગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સુરક્ષા દળોને મળી હતી. આ પછી ભારતીય સેના, રાષ્ટ્રીય રાઈફલ્સ, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની STF ટીમ સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળોને પોતાની તરફ જતા જોયા અને ગોળીબાર કર્યો અને પછી બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.

એન્કાઉન્ટમાં એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. મોદરાગામ ગામમાં આતંકવાદી હોવા અંગેની બાતમી મળતાં CRPF, આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશન બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ સૈનિકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો હતો.

અગાઉ અધિકારીઓએ શું કહ્યું હતું?

અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર સહિત બે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સૈનિક શહીદ થયા હતા. તેમણે જણાવ્યું કે વાહન રસ્તા પરથી લપસીને કઠુઆ જિલ્લાના રાજબાગ પાસે ઉઝ નહેરમાં પડી ગયું. આ અકસ્માતમાં હિમાચલ પ્રદેશના રહેવાસી ASI પરશોતમ સિંહ શહીદ થયા હતા, જ્યારે તેમના બે સાથીદારોનો આબાદ બચાવ થયો હતો. તેમણે કહ્યું કે જસરોટાથી રાજબાગ જતી વખતે પરશોતમ સિંહ કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ BSFના બે જવાનોના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી, પરંતુ પરશોતમ સિંહ જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા અને બાદમાં ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

આ પણ વાંચો - Jammu and Kashmir : ચાલતી બસની બ્રેક ફેઈલ, મુસાફરો બસમાંથી કૂદવા લાગ્યા, ડરામણો Video Viral

આ પણ વાંચો - Jammu and Kashmir : અમેરિકન મરીન જેવી ફોર્સ જમ્મુ-કાશ્મીર પર નજર રાખશે, હવે આતંકીઓની ખેર નહીં…

Tags :
EncounterGujarat FirstHardik ShahIndian security forcesIndian-ArmyJ & KJammuJammu Kashmir EncounterJammu-Kashmirkulgamterrorists and Indian security forces
Next Article