Jammu and Kashmir Encounter : સોપોરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર...
- સોપરના રફિયાબાદમાં આતંકવાદી હુમલો
- સુરક્ષા દળોએ સંભાળ્યો હવાલો
- એક આતંકવાદી માર્યો ગયો
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના સોપોરથી આતંકવાદીઓના એન્કાઉન્ટર (Encounter)ના સમાચાર આવી રહ્યા છે. ભારતીય સુરક્ષા દળોએ એન્કાઉન્ટર (Encounter)માં એક આતંકીને ઠાર કર્યો છે. સમગ્ર વિસ્તારને ઘેરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં આતંકીની ઓળખ થઈ નથી અને એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આ પ્રથમ એન્કાઉન્ટર (Encounter) છે. રાજ્યમાં યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં અર્ધલશ્કરી દળોની 300 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં ITBP, BSF, CRPF અને અન્ય ઘણા અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે. આ તમામને શ્રીનગર, હંદવાડા, ગાંદરબલ, અનંતનાગ, શોપિયાં, પુલવામા, અવંતીપોરા, બડગામ, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા અને કુલગામમાં તૈનાત કરવામાં આવ્યા છે.
સેનાએ શું કહ્યું...
હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ અને સેનાના જવાનો આતંકીઓની શોધમાં લાગેલા છે. ભારતીય સૈન્યના ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું, "વિસ્તારમાંથી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસની સંયુક્ત ટીમ પર સોપોરના વોટરગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સતર્ક સૈનિકોએ ઝડપી જવાબ આપ્યો અને "ફાયરિંગ શરૂ થઈ ગયું છે. ઓપરેશન ચાલુ છે."
આ પણ વાંચો : Kolkata : CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી, 'નાણાકીય ગેરરીતિઓ'ની તપાસ શરૂ...
શુક્રવારે આતંકવાદીઓનો મદદગાર મળી આવ્યો હતો...
ભારતીય સુરક્ષા દળોએ શુક્રવારે એક કાર્યવાહીમાં આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો રહેવાસી હતો અને લશ્કર-એ-તૈયબા માટે કામ કરતો હતો. તે પૂંછમાં પકડાયો હતો અને તેનું નામ ઝહીર હુસૈન છે.
આ પણ વાંચો : Delhi : જાહેરાત બોર્ડ પર અચાનક ચાલ્યો અશ્લિલ Video, ફરિયાદ દાખલ...
જાણો કેટલી કંપનીઓ ક્યાં તૈનાત છે...
- શ્રીનગર-55
- અનંતનાગ-50
- કુલગામ-31
- બડગામ, પુલવામા અને અવંતીપોરા-24
- શોપિયાં-22
- કુપવાડા-20
- બારામુલ્લા-17
- હંદવાડા-15
- બાંદીપોરા-13
- ગાંદરબલ-03
આ પણ વાંચો : Helicopter Crash : પુણેમાં મોટી દુર્ઘટના, મુંબઈથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોની હાલત ગંભીર...