ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jalaram Bapa Jayanti : રાજકોટમાં 225 કિલોની કેક કપાઈ, જામનગરમાં જ્ઞાતિ ભોજન, મેડિકલ કેમ્પનું આયોજન

પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજ્યંતી ભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
12:05 PM Nov 08, 2024 IST | Vipul Sen
  1. પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજ્યંતીની ઉજવણી (Jalaram Bapa Jayanti)
  2. રાજકોટનાં વીરપુરમાં ઘરે-ઘરે રંગોળી, શોભાયત્રા, મહાઆરતીનું આયોજન
  3. જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરાઈ

દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજ્યંતીને (Jalaram Bapa Jayanti) લઈ આજે રાજકોટ, જામનગરમાં ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. ત્યારે રાજકોટનાં (Rajkot) વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી નિમિત્તે 225 કિલોની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાઈ હતી.

આ પણ વાંચો - Amreli : કાર ખરીદ્યા બાદ પ્રતિષ્ઠા, પ્રગતિ મળી! જૂની થતાં 'લકી' કારને ખેડૂત પરિવારે આપી અનોખી વિદાય

વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે-ઘરે રંગોળી, 225 કિલોની કેક કાપી

પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225 મી જન્મજ્યંતી (Jalaram Bapa 225th Birth Anniversary) ભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. રાજકોટનાં વીરપુરમાં (Veerpur) લોકોએ ઘરે-ઘરે આંગણામાં અવનવી રંગોળીઓ કરી છે. પૂજ્ય જલારામ બાપાનાં જીવન ચરિત્ર સ્વરૂપ રંગોળી દ્રશ્યમાન થાય છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને પૂજ્ય જલારામ બાપાના જન્મદિનનાં (Jalaram Bapa Jayanti) વધામણાં કર્યા છે. આ સાથે 225 મી જન્મજયંતી હોવાથી 225 કિલોની કેક કાપીને ભક્તોમાં પ્રસાદી તરીકે વિતરણ કરાઈ હતી. આ પહેલા જલારામ બાપાની ભવ્ય આરતી કરવામાં આવી હતી. વીરપુર મંદિરે મોડી રાતથી જલારામ બાપાનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આજે જલારામ જયંતી નિમિત્તિ મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળશે. આથી, અલગ-અલગ ચોક, રોડ-રસ્તાઓમાં જલારામબાપાના ફ્લોટ જોવા મળ્યા છે.

આ પણ વાંચો - Surat : કાફેની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ! ગ્રાહક અને દલાલની ધરપકડ

જામનગરમાં સમૂહ જ્ઞાતિ ભોજન, ગાયોને ચારા વિતરણ, થેલેસેમિયા કેમ્પનું આયોજન

જામનગરની (Jamnagar) વાત કરીએ તો રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) દ્વારા જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ છે. સમૂહ જ્ઞાતિ ભોજન, ગાયોને ચારા વિતરણ, થેલેસેમિયા કેમ્પ અને મહાઆરતી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, હાપા ખાતેનાં જલારામ મંદિરે (Jalaram Temple) તમામ ધાન્યમાંથી વિશાળ રોટલો બનાવવામાં આવશે. જણાવી દઈએ કે, છેલ્લા 25 વર્ષથી લોહાણા સમાજ સંત શિરોમણી જલારામ બાપાની જયંતીની (Jalaram Bapa Jayanti) ઉજવણી કરે છે. સમાજ દ્વારા 13 સભ્યોની નવી બોડીની રચના પણ કરવામાં આવી છે. શહેરનાં બે જલારામ મંદિરે મહાઆરતીનું આયોજન પણ કરાયું છે. બપોરે 28 થી 30 હજાર જ્ઞાતિજનોનું સમૂહ ભોજન યોજાશે.

આ પણ વાંચો - Surat : રાત્રિ ભોજનમાં 20 મહિલાઓ એકાએક બેભાન થઈ, અફરાતફરીનો માહોલ!

Tags :
Breaking News In GujaratiDiwali 2024Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJalaram Bapa 225th Birth AnniversaryJalaram Jayanti celebrationJalaram templeJamnagarLatest News In GujaratiNews In GujaratiPujya Sant Shiromani Shri Jalaram BapaRaghuvanshi SamajRAJKOT
Next Article