Gondal જયરાજસિંહ સામે મોરચો માંડનારા જિગિશા પટેલનો વધુ એક પડકાર, કહ્યું- આવા બે કોડિના જલ્લાદોની સામે લડુ છું
- જયરાજસિંહ સામે મોરચો માંડનારા જિગિશા પટેલનો વધુ એક પડકાર
- જયરાજસિંહને જિગિશા પટેલે ગણાવ્યા બે કોડીના જલ્લાદ!
- ગોંડલમાં જયરાજસિંહના કારણે અત્યાચાર વધ્યા હોવાના આરોપ
છેલ્લા ઘણા સમયથી ગોંડલ (Gondal News)નાં જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) રાજકુમાર જાટ (rajkumar jat case) કેસને લઈ ચર્ચામાં છે. ત્યારે હવે વધુ ત્રણ પાટીદાર આગેવાનો દ્વારા જયરાજસિંહ ((Jayrajsinh Jadeja)) સામે મોરચો માંડ્યો છે. છેલ્લા એક મહિનાથી રાજકુમાર જાટ મર્ડરને લઈ જયરાજસિંહ ((Jayrajsinh Jadeja)) નાં પુત્રની મુશ્કેલીઓ વધી રહી છે.
જિગિશા પટેલે જયરાજસિંહ સામે ફેંક્યા કેટલાય પડકાર
આ બાબતે જિગીષા પટેલે (Jigisha Patel ) જણાવ્યું હતું કે, નિખિલ દોંગા બોલે તો GUJCTOC, રાજુ સોલંકી બોલે તો GUJCTOC, પણ આજે હું બોલુ છું કરી બતાવે મારી પર GUJCTOC, પટેલોને દબાવ્યા, દલિતોને દબાવ્યા આજે જો એ લોકો ગુનેગાર હોય તો ક્યાં ગઈ એની GUJCTOC આવા બે કોડીના રાક્ષસોને કહેવા માંગુ છું કરી બતાવે મારી પર GUJCTOC પટેલો માટે લડુ છું. દલિતો માટે લડુ છું અને ગોંડલની જનતા માટે લડુ છું. અને આવા બે કોડિના જલ્લાદોની સામે લડુ છું. અને જો આવા લોકો મારી પર GUJCTOC કરે તો તમે પણ બનાવજો કે શું છે GUJCTOC,
છેલ્લા 45 દિવસથી ગોંડલ ખૂબ ચર્ચામાં કેમઃ અલ્પેશ કથીરીયા
અલ્પે કથીરીયા (Alpesh Kathiria) એ જણાવ્યું હતું કે છેલ્લા 45 દિવસથી ગોંડલ ખૂબ ચર્ચામાં કેમ છે. સ્વાભાવિક છે કે આઝાદી પહેલા એક બે સ્ટેટને બાદ કરતા ગુજરાતનાં બધા રજવાડા ક્ષત્રિય હતા. ક્ષત્રિયનો ગુણ તેની પ્રજાની રક્ષા કરવાનો હોય છે. લોહીના ગુણમાં ફેરફાર થતા હોય છે. સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી વિનુભાઈ અને જયરાજવાળી આખી સ્ટોરી અલગ છે. વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે તે આખે આખી વિક્રમસિંહ રાણાને લગતી છે. તમારામાં ત્રેવડ હોય તો જ આગળ ચાલો. વિનુભાઈનું સ્વપ્ન હતું કે લોકો એક થાય, સમાજ એક થાય, વિનુભાઈ સિંગાળીયાના માધ્યમથી આ સમાજને એક કરવાની મોહિમ છે.
આ પણ વાંચોઃ Gondal કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોની અંતિમયાત્રા નીકળી, સમગ્ર વાતાવરણ શોકમય બન્યું
પાટીદારની 80 ટકા વસ્તી
મેહુલ બોઘરા (Mehul Boghra)એ જણાવ્યું હતું કે, ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી છે.ત્યારે પાટીદારની વસ્તી હોવા છતા પણ પાટીદાર ધારાસભ્ય ન હોય તો એ આપણા માટે શરમથી ડૂબી જવા જેવી વાત છે. આમ આદમી પાર્ટીમાં નિમિષાબેન ઉભા હતા. પાટીદાર વ્યક્તિ ઉભો હોવા છતા હારે છે.
આ પણ વાંચોઃ Mahisagar: લુણાવાડાના ભાટપુરા પાસેથી પસાર થતી કેનાલમાં બે યુવકો ડૂબી જતા મોત, એક ગંભીર