Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tathya Patel Case : 1 વર્ષ પછી પણ જય ચૌહાણની હાલતમાં માત્ર 5 % સુધારો...

ISKCON Bridge Accident Case : 20 જુલાઈ 2023ની એ ગોઝારી રાત કે જે ઇસ્કોન બ્રિજ ( ISKCON Bridge Accident Case) પર તથ્ય પટેલે (Tathya Patel Case)  કરેલા બેફામ ડ્રાઈવિંગ થી ૯ લોકો ની જિંદગી હોમાઈ ગઈ અને ઘણા ઘાયલ થયા...
tathya patel case   1 વર્ષ પછી પણ જય ચૌહાણની હાલતમાં માત્ર 5   સુધારો

ISKCON Bridge Accident Case : 20 જુલાઈ 2023ની એ ગોઝારી રાત કે જે ઇસ્કોન બ્રિજ ( ISKCON Bridge Accident Case) પર તથ્ય પટેલે (Tathya Patel Case)  કરેલા બેફામ ડ્રાઈવિંગ થી ૯ લોકો ની જિંદગી હોમાઈ ગઈ અને ઘણા ઘાયલ થયા તેમાંના એક જય ચૌહાણ કે જે આજે પણ પથારીવશ છે. ચૌહાણ પરિવારનો પુત્ર જય આજે પણ તેના માતા પિતા ઝડપથી સાજો થાય તેવી આશા એ પ્રોપર્ટી અને અસહ્ય ખર્ચ કરીને પણ પુત્રની સેવા કરી રહ્યા છે પરંતુ જયમાં માત્ર 5 % જ સુધારો થયો છે.

Advertisement

તથ્ય પટેલે 9 લોકોને ઉડાવ્યા હતા

ઇસ્કોન બ્રિજ પર રાત્રિના સમયે થાર કારનો અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં મદદ કરનાર લોકો પર થોડી જ વારમાં ફરી એક પુર ઝડપે આવેલી જેગુઆર કાર કે જે નબીરો તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો તેણે 9 લોકો ને ઉડાવી દીધા અને 9 લોકો મોતને ભેટ્યા હતો અને અનેકને ઘાયલ કર્યા હતા. જેમાં એક જય ચૌહાણ કે જે લોકો ની મદદ કરવા માટે બ્રિજ પર આવ્યો અને તથ્ય પટેલે તેને પણ ઉડવ્યો હતો.

Advertisement

જય ઇજાગ્રસ્ત હાલતમાં જેગુઆરની નીચે હતો

જય જે જેગુઆર કારની નીચે હતો. પિતાને ફોન આવતા જયના પિતા અને ભાઈ ઘટના સ્થળે પહોચ્યા જ્યાં જય જેગુઆર કાર નીચે આવી ગયો હતો. જય ને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોકટરે કહ્યું કે ખૂબ ખરાબ પરિસ્થતિ છે. જય કદાચ સવાર સુધી માં નહિ હોય પરંતુ આખરે જયની અંદર ની જીવવાની ઈચ્છા એ તેના હૃદયને ધબકાર્યું અને ડોકટરે મેહનત કરી..જય બચી ગયો પણ જયમાં માત્ર જીવ છે. તેના મગજ઼ના જ્ઞાન તંતુઓ કામ નથી કરતા જેને કારણે તે પથારીવશ જ રહે છે. જયના પિતા અને માતા આજે પણ જય ની પાછળ જ આખો દિવસ સેવા કરે છે એ આશા એ કે જય કાલ ફરી ઉભો થઈ જશે.

Advertisement

જયની સ્થિતિમાં માત્ર 5 ટકા જ સુધારો

આજે ૨૦ જુલાઈ ૨૦૨૪ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત ને ૧ વર્ષ પૂર્ણ થયું પરંતુ જયની સ્થિતિમાં માત્ર 5 ટકા જ સુધારો છે. આજે પણ તેની ટ્રીટમેન્ટ માટે સતત એક ભાઈ નર્સ સાથે રાખવો પડે છે. ડોકટરના મતે આ સ્થિતિ માંથી જય ને બહાર આવતા કેટલો સમય લાગશે તે નક્કી નથી પરંતુ સમય તો લાગશે એ વાત નક્કી છે. જે પણ સ્થિતિ હોય પરંતુ જય ના માતા પિતા પ્રોપર્ટી વેચી પોતાની 4 વીઘા જમીન વેચીને પણ આજે જય ની સેવા અને દવા પાછળ ખર્યો કરી રહ્યા છે. આ ઘટના બની તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું પરંતુ કોઈ જય ને જોવા માટે નથી આવતું..ના સરકાર માંથી કોઈ આવી રહ્યું છે કે ના વિપક્ષ માંથી કોઈ આવી રહ્યું છે. જયના પિતા કહે છે કે અમારે કંઈ જોઈતું નથી માત્ર તથ્ય ને કડકમાં કડક જે હોય એ સજા થાય.

જમીન વેચી નાખી ત્યારે સારવાર થઇ

ચૌહાણ પરિવાર પર આવી પડેલી આફતને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું પરંતુ તથ્યની હાલત તેને ખાવા પીવા થી લઇ બધી જ વસ્તુ પરિવાર અને નર્સ ભાઈ ની મદદ થી થાય છે કેમ કે તે કશું કરી શકતો નથી. ચૌહાણ પરિવારમાં જય ના પિતા ભાઈલાલ ભાઇ ચૌહાણે પોતાની આપવીતી કહી કે પરિવાર અને સમાજનો સપોર્ટ મળ્યો અને અમારી જમીન વેચી નાખી ત્યારે સારવાર કરી શકીએ છીએ આજે પિતા કામ ધંધો મૂકી ને માત્ર પુત્ર જય પાછળ લાગેલા છે કે પોતાનો પુત્ર ઝડપથી સારો થઈ જાય. પરિવારમાં આવેલ સંકટ પછી રાજ્ય સરકાર અને પી એમ ફંડ માંથી 50 હજાર ની સહાય મળી છે પણ આજે જયની શું સ્થિતિ છે, જય કેવી રીતે જીવી રહ્યો છે તેના પરિવારની સ્થિતિ શું છે તે પૂછવા પણ કોઇ નથી આવતું. આવી ઘટનાઓ આગળ બનતી એટલે તે માટે ચાવી રૂપ દાખલો બેસે અને આરોપી ને કડક સજા થાય તેવી ચૌહાણ પરિવાર ની માંગ છે. આજે મહિને અઢી લાખ રૂપિયાના ખર્ચ સાથે ચૌહાણ પરિવાર જયની સારવાર કરી રહ્યા છે. ૨૦ જુલાઈ એ ઇસ્કોન ઘટના ને ૧ વર્ષ થયું પરંતુ ૯ જિંદગીઓ હોમાઈ ગઈ અને ઘાયલ થયેલા લોકો અને જયનો પરિવાર આ દિવસ ને આ રાત ક્યારેય નહી ભૂલી શકે....

અહેવાલ---સચિન કડિયા,અમદાવાદ

આ પણ વાંચો----Tathya Patel Case : તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર કોર્ટમાંથી કોઈ છોડાવી ગયું ?

Tags :
Advertisement

.