Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન ક્રિકેટ ટીમને હરાવવું ટીમ ઈન્ડિયા માટે બન્યું અઘરું, PCB એ કર્યો આ મોટો ફેરફાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક Asia Cup 2023 અને World Cup 2023 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને સોમવારે આ જાણકારી આપી. ઈન્ઝમામ અગાઉ...
પાકિસ્તાન ક્રિકેટ ટીમને હરાવવું ટીમ ઈન્ડિયા માટે બન્યું અઘરું  pcb એ કર્યો આ મોટો ફેરફાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હક Asia Cup 2023 અને World Cup 2023 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને સોમવારે આ જાણકારી આપી. ઈન્ઝમામ અગાઉ 2016 થી 2019 સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યા છે. હવે તેમના ખભા પર મોટી જવાબદારી હશે કે તે જે ટીમ પસંદ કરે તે સારું પ્રદર્શન કરે.

Advertisement

ઈન્ઝમામ-ઉલ-હકની મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ઈન્ઝમામ-ઉલ-હક ફરી એકવાર પોતાની જૂની ભૂમિકામાં પરત ફર્યા છે. ઈન્ઝમામની પાકિસ્તાન પુરૂષ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023 જેવી બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે, જેના કારણે ટીમને એક મહાન પસંદગીકારની જરૂર હતી. જોકે PCB એ તેની જવાબદારી પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને સોંપી દીધી છે. પૂર્વ કેપ્ટન હવે એશિયા કપ અને વર્લ્ડ કપ માટે પોતાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની પસંદગી કરશે. જોકે, ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ, ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વળી, PCB એ ઈન્ઝમામની મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરી છે. તેમના છેલ્લા કાર્યકાળમાં પાકિસ્તાનની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતી હતી.

Advertisement

ઈન્ઝમામની પહેલી અગ્નિ પરિક્ષા અફઘાનિસ્તાન સામે થશે

Advertisement

જણાવી દઈએ કે, ચીફ સિલેક્ટર તરીકે તેમનું પહેલું કામ અફઘાનિસ્તાન સામે શ્રીલંકામાં 22 ઓગસ્ટથી શરૂ થનારી પાકિસ્તાનની ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની પસંદગી કરવાનું છે. આ સિવાય ઈન્ઝમામની પસંદગી 2023 ODI વર્લ્ડ કપ માટે ટીમ માટે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે. ક્રિકેટની દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટ, ICC ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમની પસંદગી કરતી વખતે દિગ્ગજ ક્રિકેટર ક્રિકેટના જ્ઞાનનો ભંડાર લાવે તેવી PCB ને અપેક્ષા છે. આ મહત્વની જવાબદારી માટે ક્રિકેટ કૌશલ્યની જરૂર છે, જે ઈન્ઝમામમાં ભરપૂર છે. મહત્વનું છે કે તેણે 2019 ODI વર્લ્ડ કપ માટે પણ ટીમની પસંદગી કરી હતી.

ઈન્ઝમામનું કરિયર

ઈન્ઝમામે 1991 થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તે વર્લ્ડ કપ 1992ની વિજેતા ટીમના સભ્ય પણ રહી ચુક્યા છે. ઈન્ઝમામે 120 ટેસ્ટમાં 49.60ની એવરેજથી 8,830 રન બનાવ્યા છે. તેમણે સૌથી લાંબા ફોર્મેટમાં 25 સદી અને 46 અડધી સદી ફટકારી હતી. તેમણે 378 વનડેમાં 39.52ની એવરેજથી 11,739 રન બનાવ્યા. તેમણે 10 સદી અને 83 અડધી સદી ફટકારી હતી. તે પાકિસ્તાન તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ઈન્ઝમામે તેમની કારકિર્દીમાં માત્ર એક જ T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેમણે 11 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - World Cup 2023: વર્લ્ડકપનું શિડ્યુલ ફરી બદલાશે, પાકિસ્તાનની વધુ એક મેચ પર લટકી તલવાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.