Israel-Hezbollah: બેઉ બળિયા હવે બથ્થંબથ્થા ઉપર..એકબીજા પર સતત હુમલા...
- લેબનોન પર ઈઝરાયેલના સતત હુમલા
- હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો કર્યો
- બેરૂત પર IDF એરસ્ટ્રાઇક
Israel-Hezbollah:લેબનોન પર ઈઝરાયેલના સતત હુમલા છતાં હિઝબુલ્લાહનું મનોબળ ઉંચુ છે. હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલો કર્યો છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ (Israel-Hezbollah)વચ્ચે યુદ્ધ ચાલુ છે, આ દરમિયાન હિઝબુલ્લાએ ફરી એકવાર ઇઝરાયેલના ઘણા શહેરો પર રોકેટ છોડ્યા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે હિઝબુલ્લાએ ઈઝરાયેલના ત્રીજા સૌથી મોટા શહેર હાઈફા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે તેણે હૈફાની દક્ષિણે સ્થિત ઈઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. આ હુમલા માટે તેણે 'ફાદી 1' મિસાઈલનો ઉપયોગ કર્યો છે.
ઈઝરાયેલે ઉત્તરી ગાઝા અને લેબનોનમાં હવાઈ હુમલા કર્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે ઈઝરાયેલે ઉત્તરી ગાઝા અને દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલા કર્યા હતા. પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલ દ્વારા એક મસ્જિદ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો----Israel માં વધુ એક આતંકી હુમલો, 11 લોકો ઘાયલ અને 1 મહિલાનું મોત
હૈફા અને તિબેરિયામાં રોકેટ પડ્યા
હિઝબુલ્લા દ્વારા ઇઝરાયેલના શહેરો પર છોડવામાં આવેલા રોકેટમાંથી બે હાઇફામાં અને પાંચ તિબેરિયામાં પડ્યા હતા. ઇઝરાયેલી સેનાએ સોમવારે વહેલી સવારે આ માહિતી આપી હતી. તિબેરિયાસ હાઈફાથી લગભગ 65 કિમી દૂર છે. જ્યાં હિઝબુલ્લાહના રોકેટ હુમલાથી ઘણી ઇમારતો અને મિલકતોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે. આ રોકેટ હુમલા વિસ્તાર પર નજર રાખતા કેમેરામાં કેદ થયા હતા. જેમાં હિઝબુલ દ્વારા છોડવામાં આવેલા રોકેટ પડતા જોવા મળી રહ્યા છે.
બેરૂત પર IDF એરસ્ટ્રાઇક
ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, IDF એ લેબનીઝ રાજધાની બેરૂતમાં હિઝબોલ્લાહના ગુપ્તચર મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં ગુપ્તચર એકમો, કમાન્ડ સેન્ટર્સ અને અન્ય માળખાકીય સ્થળોનો પણ સમાવેશ થાય છે. અન્ય વિસ્તારોમાં અસરગ્રસ્ત દક્ષિણ લેબનોન અને બેકાનો સમાવેશ થાય છે, જ્યાં હિઝબોલ્લાહે "શસ્ત્રોના સંગ્રહની સુવિધાઓ, આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સ, એક કમાન્ડ સેન્ટર અને લોન્ચર પર હુમલો કર્યો," તેમ IDFએ જણાવ્યું હતું.
આ પણ વાંચો---Israeli air strike:ઈઝરાયેલ ગાઝાની મસ્જિદ પર કર્યો હવાઈ હુમલો,21 લોકોના મોત