Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel ની સેનાને મળી મોટી સફળતા, ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકી ઝડપાયા

Israel ની સેનાની મોટી કાર્યવાહી ઇઝરાયેલી સેનાએ હોસ્પિટલ પર કર્યો હુમલો હમાસના 100 આતંકીઓ ઝડપાયા હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલ (Israel)ની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલ (Israel)ના સુરક્ષા દળોએ સોમવારે જણાવ્યું હતું કે ઈઝરાયેલી (Israel) સૈનિકોએ ઉત્તરી...
israel ની સેનાને મળી મોટી સફળતા  ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકી ઝડપાયા
Advertisement
  1. Israel ની સેનાની મોટી કાર્યવાહી
  2. ઇઝરાયેલી સેનાએ હોસ્પિટલ પર કર્યો હુમલો
  3. હમાસના 100 આતંકીઓ ઝડપાયા

હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલ (Israel)ની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલ (Israel)ના સુરક્ષા દળોએ સોમવારે જણાવ્યું હતું કે ઈઝરાયેલી (Israel) સૈનિકોએ ઉત્તરી ગાઝામાં કમલ અડવાન હોસ્પિટલમાં દરોડા દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને પકડી લીધા છે. દરમિયાન, ગાઝાના આરોગ્ય અધિકારીઓ અને હમાસે હોસ્પિટલમાં કોઈપણ આતંકવાદીઓની હાજરીનો ઈન્કાર કર્યો છે. ગયા અઠવાડિયે શુક્રવારે ઇઝરાયેલી સેનાએ આ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.

આતંકવાદીઓ પકડાયા...

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, "સૈનિકોએ કમ્પાઉન્ડમાંથી લગભગ 100 આતંકવાદીઓને પકડી લીધા હતા, જેમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલની અંદરથી તેમને હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજો મળ્યા હતા."

Advertisement

Advertisement

આ પણ વાંચો : Fact Check: શ્રીલંકામાંથી મળી કુંભકર્ણની વિશાળ તલવાર !

ઘણા લોકો મૃત્યુ પામ્યા...

આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે, ગાઝામાં પેલેસ્ટિનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

આ પણ વાંચો : US Presidential Election 2024 : ટ્રમ્પે ચૂંટણી મંચ પર પત્ની મેલાનિયા સાથે કર્યો ડાન્સ

હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હાલમાં, યુદ્ધ અટકવાના કોઈ સંકેત નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને લગભગ 1200 ઈઝરાયેલી (Israel) નાગરિકોની હત્યા કરી હતી અને 250 લોકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયેલે વળતો જવાબ આપ્યો અને ગાઝામાં મોટાપાયે બોમ્બમારો શરૂ કર્યો જે ચાલુ છે. ઈઝરાયેલ (Israel)ના હુમલાને કારણે ગાઝાનું 75 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ગાઝાના લોકો પાણી, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓની અછતથી પીડાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Israel નો દાવો, Hezbollah ના વધુ એક કમાન્ડરનું મોત...

Tags :
Advertisement

Trending News

.

×