ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel સેનાએ Gaza પર ફરી આતંક મચાવ્યો, 47 પેલેસ્ટાઈનીના મોત

Israel સેનાએ ફરી ગાઝા પર કર્યો હુમલો ઓછામાં ઓછા 47 પેલેસ્ટાઈનીના મોત થયા Israel-હમાસ યુદ્ધ 7 ઓક્ટોબર 2023 થી શરૂ થયું ઈઝરાયેલ (Israel)ની સેનાએ ગાઝા (Gaza) પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 47 પેલેસ્ટાઈનીના...
03:10 PM Nov 01, 2024 IST | Dhruv Parmar
  1. Israel સેનાએ ફરી ગાઝા પર કર્યો હુમલો
  2. ઓછામાં ઓછા 47 પેલેસ્ટાઈનીના મોત થયા
  3. Israel-હમાસ યુદ્ધ 7 ઓક્ટોબર 2023 થી શરૂ થયું

ઈઝરાયેલ (Israel)ની સેનાએ ગાઝા (Gaza) પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 47 પેલેસ્ટાઈનીના મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી વફાના જણાવ્યા અનુસાર, આ હુમલો ગઈ રાત્રે મધ્ય ગાઝા (Gaza) પટ્ટી વિસ્તારમાં થયો હતો. મરનારાઓમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલો દેર અલ-બલાહ શહેરના અલ-ઝવૈદા ટાઉન પાસે થયો હતો. ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે મધ્ય ગાઝા (Gaza)માં કેટલાય સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા છે. જવાનોએ તેમની ઓળખ પણ કરી લીધી છે. આ સાથે ઉત્તર-દક્ષિણ ગાઝા (Gaza)ના જબાલિયા વિસ્તારમાં દરોડા દરમિયાન ડઝનબંધ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો : Pakistan માં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ, 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત

Israel-હમાસ યુદ્ધ 7 ઓક્ટોબર 2023 થી શરૂ થયું હતું...

તમને જણાવી દઈએ કે ગાઝા (Gaza) યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ (Israel) પર હુમલો કર્યો, તેના 1200 નાગરિકોની હત્યા કરી અને 238 લોકોને બંધક બનાવ્યા. આ પછી બીજા જ દિવસથી ઈઝરાયેલ (Israel)ની સેનાએ ગાઝા (Gaza) પર જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઈઝરાયેલ (Israel)ના હુમલામાં ગાઝા (Gaza)માં અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : Donald Trump ની ભીષ્મ પ્રતિજ્ઞા, હું હિંદુઓને ધર્મવિરોધી એજન્ડાથી બચાવીશ

Tags :
GazaIsraelmiddle eastworld
Next Article