Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel War : તો શું હવે ઇઝરાયેલનો વધુ એક દુશ્મન બન્યો આ દેશ?

રશિયાના રાષ્ટ્રપતિ ઈરાનના રાષ્ટ્રપતિને મળશે દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચર્ચા ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Iran Israel War) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ મસૂદ...
israel war   તો શું હવે ઇઝરાયેલનો વધુ એક દુશ્મન બન્યો આ દેશ
  1. રશિયાના રાષ્ટ્રપતિ ઈરાનના રાષ્ટ્રપતિને મળશે
  2. દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
  3. મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચર્ચા

ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Iran Israel War) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળવા જઈ રહ્યા છે. આ બેઠક તુર્કમેનિસ્તાનમાં થવા જઈ રહી છે. દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે આ બેઠક ખૂબ મહત્વની છે. બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોટી જાહેરાત કરી શકે છે. રશિયન અખબાર ધ મોસ્કો ટાઈમ્સના જણાવ્યા અનુસાર, વિદેશ નીતિ માટે પુતિનના સહાયક, યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે, અશ્ગાબાતમાં તુર્કમેન કવિની યાદમાં સમારોહમાં હાજરી આપતી વખતે બંને નેતાઓ મળશે. ઉષાકોવે કહ્યું કે, આ બેઠક દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement

પશ્ચિમી દેશો ઈરાન પર ડ્રોન સપ્લાય કરવાનો આરોપ...

બીજી તરફ પુતિનનો હજુ સુધી ઈઝરાયેલ (Israel)ના PM બેન્જામિન નેતન્યાહુને મળવાનો કોઈ પ્લાન નથી. નિષ્ણાતોના મતે પુતિન મધ્ય પૂર્વમાં આ યુદ્ધ (Iran Israel War) પર ચાંપતી નજર રાખી રહ્યા છે. યુક્રેન સાથે યુદ્ધમાં રશિયા પોતે અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોના નિશાના પર છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ અમેરિકાના કટ્ટર દુશ્મન પુતિન ખુલ્લેઆમ ઈરાન (Iran)ના પક્ષમાં ઊભા રહેવાનું સમર્થન કરી શકે છે. વાસ્તવમાં રશિયાના ઈરાન સાથે ગાઢ સંબંધો છે અને પશ્ચિમી દેશોનો આરોપ છે કે ઈરાને મોસ્કોને ડ્રોન અને મિસાઈલોની સપ્લાઈ કરી છે.

Advertisement

આ પણ વાંચો : Lebanon ની આજીજી...પ્લીઝ..ભારત..હેલ્પ કરે....

પુતિન અને પેજેશકિયન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે...

તમને જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બરમાં મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે પુતિને રશિયાના PM મિખાઈલ મિશુસ્ટીનને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદને મળવા માટે તેહરાન મોકલ્યા હતા. આ તે સમય હતો જ્યારે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ ઈઝરાયેલ (Israel)ના હુમલામાં માર્યા ગયા હતા. જો કે, બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે રશિયન PM ની મુલાકાત 22-24 ઓક્ટોબરે યોજાનારી BRICS સમિટના સંદર્ભમાં છે, જ્યાં પુતિન અને પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે. હિઝબુલ્લાહ પર ઈઝરાયેલ (Israel)ના હુમલામાં હસન નસરાલ્લાહ સહિત સંગઠનના ઘણા વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ માર્યા ગયા હતા. આમાં હિઝબોલ્લાહના સર્વોચ્ચ કમાન્ડર ફૌઆદ શુક્ર, સધર્ન ફ્રન્ટ કમાન્ડર અલી કરાકી, હિઝબુલ્લાના વડા તરીકે નસરાલ્લાહના સંભવિત અનુગામી, હાશિમ સફીદ્દીનનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો : Israel Lebanon War : હિઝબુલ્લાએ કર્યું એવું કે ઈઝરાયેલ હચમચી ગયું... Video

Tags :
Advertisement

.