ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પેજર એટેક બાદ હવે Israelનો કેમિકલ એટેક, વિશ્વમાં ખળભળાટ

ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઇ હુમલો કર્યો ઈઝરાયેલે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 17 હુમલા કર્યા ઘટનામાં ઈઝરાયેલ પર ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ સફેદ ફોસ્ફરસનો ઉપયોગ પ્રતિબંધિત છે Israel's Chemical Attack : હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મોતનો બદલો લેવા...
09:41 AM Oct 03, 2024 IST | Vipul Pandya
Israel's chemical attack pc google

Israel's Chemical Attack : હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મોતનો બદલો લેવા માટે ઈરાને મંગળવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો, જે બાદ ઈઝરાયેલે ઈરાનને કહ્યું કે તેને કિંમત ચૂકવવી પડશે. દરમિયાન બુધવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઇ હુમલો (Israel's Chemical Attack) કર્યો હતો. મળતી માહિતી મુજબ ઈઝરાયેલે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 17 હુમલા કર્યા છે. આ ઘટનામાં ઈઝરાયેલ પર ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઈઝરાયેલ પર ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ

ઈઝરાયેલના આ ભયાનક હુમલા બાદ એક ઈમારતમાં આગ લાગી ગઈ હતી. એક ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં બિલ્ડિંગમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. કેટલાક હુમલાઓના વીડિયો ફૂટેજ ઓનલાઈન વાયરલ થયા બાદ ઈઝરાયેલ પર ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો---Israel નો બેરુતમાં હુમલો, જમીન આસમાન કરી નાખ્યું તહસ નહસ

ફોસ્ફરસ બોમ્બ શું છે?

સફેદ ફોસ્ફરસ એ એક જ્વલનશીલ રસાયણ છે જે હવાના સંપર્કમાં આવે ત્યારે સળગે છે અને તેના સંપર્કમાં આવતા લોકોને અથવા વસ્તુઓને ગંભીર રીતે બાળી શકે છે. સફેદ ફોસ્ફરસના ધુમાડામાં શ્વાસ લેવાથી શ્વાસની તકલીફ અથવા ગૂંગળામણ થઈ શકે છે. તદુપરાંત, આ રસાયણ એટલું ખતરનાક છે કે તે ત્વચાને સેકન્ડ અને થર્ડ ડિગ્રી બર્ન કરી શકે છે.

સફેદ ફોસ્ફરસનો ઉપયોગ પ્રતિબંધિત છે

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, ભારે વસ્તીવાળા વિસ્તારોમાં એરબર્સ્ટ સફેદ ફોસ્ફરસનો ઉપયોગ પ્રતિબંધિત છે કારણ કે આ શસ્ત્ર નાગરિકોને ખૂબ નુકસાન પહોંચાડે છે. હ્યુમન રાઇટ્સ વોચ (HRW) અનુસાર, જૂનમાં ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબેનોનના ભારે વસ્તીવાળા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે સફેદ ફોસ્ફરસ બોમ્બ ફેંક્યા હતા.

HRW રિપોર્ટ શું કહે છે?

HRW અહેવાલમાં જણાવાયું છે કે "દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા સફેદ ફોસ્ફરસનો વ્યાપક ઉપયોગ આગ લગાડનારા હથિયાર પર મજબૂત આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે," આ પહેલા જ્યારે ગયા ઑક્ટોબરમાં અન્ય હુમલા થયા હતા ત્યારે જ્યારે એચઆરડબ્લ્યુએ ગાઝા અને ઇઝરાયેલ-લેબનીઝ સરહદ નજીકના બે ગ્રામીણ વિસ્તારોમાં ઇઝરાયેલી દળો દ્વારા શસ્ત્રોના ઉપયોગનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

આ પણ વાંચો---એક Nasrallah ઠાર તો નવા 100 Nasrallah પેદા થયા....

Tags :
aerial attack on BeirutBeirutBenjamin Netanyahuiraniran israel warIsraelIsrael Attacks LebanonIsrael's chemical attackIsraelIranWarLebanonmiddle eastPhosphorus bombwhite phosphorusworld news
Next Article