Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel એ Lebanon માં જોરદાર હવાઈ હુમલો કર્યો, હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર સાધ્યું નિશાન

ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હવાઈ હુમલા યથાવત હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર કર્યો હુમલો PM બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું લેબનીઝ રાજધાની બેરૂતના ગીચ વસ્તીવાળા દક્ષિણ ઉપનગરોમાંના એકને શુક્રવારે ઇઝરાયેલ (Israel)ના હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજધાનીમાં...
israel એ lebanon માં જોરદાર હવાઈ હુમલો કર્યો  હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર સાધ્યું નિશાન
Advertisement
  1. ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હવાઈ હુમલા યથાવત
  2. હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર કર્યો હુમલો
  3. PM બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું

લેબનીઝ રાજધાની બેરૂતના ગીચ વસ્તીવાળા દક્ષિણ ઉપનગરોમાંના એકને શુક્રવારે ઇઝરાયેલ (Israel)ના હવાઈ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજધાનીમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ટાર્ગેટ શું હતું તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું ન હતું, પરંતુ વિસ્તારમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જણાયો હતો. હિઝબુલ્લાના ટોચના કમાન્ડરના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયાના એક કલાક બાદ આ હુમલો થયો હતો. કમાન્ડર એક દિવસ પહેલા માર્યો ગયો હતો.

Advertisement

હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલો...

ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે બેરૂતમાં હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ ટેલિવિઝન પર આ જાહેરાત કરી હતી. બેરૂતમાં વિસ્ફોટ પછી, નારંગી અને કાળા ધુમાડાના વાદળો આકાશને ઢાંકી દીધા. આ હુમલો એવા દિવસે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયેલ (Israel)ના PM બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો : China : ડ્રેગનને લાગ્યો મોટો ઝટકો, વુહાન બંદર પર Nuclear Submarine ડૂબી

કેટલા લોકો મૃત્યુ પામ્યા...

તમને જણાવી દઈએ કે લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા ઝડપી હુમલા કરવામાં આવી રહ્યા છે. આ અઠવાડિયે લેબનોનમાં ઈઝરાયેલના હુમલામાં લગભગ 700 લોકો માર્યા ગયા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. ઇઝરાયેલે (Israel) લેબનોન (Lebanon) પર હુમલા વધારી દીધા છે અને કહ્યું છે કે તે હિઝબોલ્લાહની સૈન્ય ક્ષમતાઓ અને તેના વરિષ્ઠ કમાન્ડરોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયેલના ટોચના અધિકારીઓએ ધમકી આપી છે કે જો હિઝબુલ્લાહનું ગોળીબાર ચાલુ રહેશે તો તે લેબનોન (Lebanon)માં ગાઝા જેવા વિનાશનું પુનરાવર્તન કરશે.

આ પણ વાંચો : Israel ની ધમકી, જો હિઝબુલ્લાહ ભૂલ કરશે તો લેબનોનની હાલત ગાઝા જેવી થશે...

Tags :
Advertisement

Trending News

.

×