Israel એ ઇરાનમાં હમાસના ચીફને કર્યો ઠાર..!
- ઇઝરાયેલે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો
- ઇરાનમાં ઘુસીને ઇસ્માઇલ હાનિયાની કરી હત્યા
- હમાસે નિવેદન જારી કરી પુષ્ટિ કરી
Israel : ઈઝરાયેલે (Israel ) 7 ઓક્ટોબરનો બદલો પૂરો કરીને હમાસ ચીફને મારી નાખ્યો છે. હમાસે ખુદ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે.
હુમલો તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે હુમલો તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા તેમજ એક અંગરક્ષક માર્યા ગયા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો.
Hamas Political Bureau Chief Ismail Haniyeh killed in Tehran: Islamic Revolutionary Guard Corps confirms
Read @ANI Story | https://t.co/WNM8oiMoI2#Hamas #Iran #IRGC #IsmailHaniyeh pic.twitter.com/kHh9uLlC8C
— ANI Digital (@ani_digital) July 31, 2024
આ પણ વાંચો--- Israel દેશ ફરી માતમ ફરી વળ્યું, Hezbollah ના રોકેટ હુમલામાં 12 બાળકોના મોત
ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા
હુમલામાં માર્યા ગયાના એક દિવસ પહેલા મંગળવારે ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી.
હાનિયાના ત્રણ પુત્રોને પણ ઇઝરાયલી સુરક્ષા દળોએ માર્યા હતા
તાજેતરમાં (એપ્રિલ 2024), હાનિયાના ત્રણ પુત્રોને પણ ઇઝરાયલી સુરક્ષા દળોએ માર્યા હતા. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા હતા. ઈઝરાયેલની સેના IDFએ જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકવાદી ગતિવિધિઓ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ત્રણેય હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
આ પણ વાંચો---- France railway: ઓલિમ્પિક્સ સેરેમની પહેલા ફ્રાંસની રેલવે પર પુનિતનના જાસૂસનો હુમલો!
7મી ઓક્ટોબરે શું થયું?
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં 1200 લોકો માર્યા ગયા. હમાસે 250 નાગરિકોને પણ બંધક બનાવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે 150 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. તે જ સમયે, હમાસનો દાવો છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 39 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના 14 હજારથી વધુ લડવૈયાઓને માર્યા છે.
આ પણ વાંચો--Pangong Lake Bridge: ચીનની નાપાક હરકત! LAC પાસે પેંગોંગ લેક પર બનાવ્યો 400 મીટર લાંબો પુલ!