Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas War : 'ઈઝરાયેલે કહ્યું- ઈનામ જોઈએ તો...', હમાસની કેદમાં બંધકનો Video Viral

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા આ ભીષણ યુદ્ધને કારણે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે 5,182થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે અને 15,000થી વધુ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા...
israel hamas war    ઈઝરાયેલે કહ્યું  ઈનામ જોઈએ તો      હમાસની કેદમાં બંધકનો video viral

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા આ ભીષણ યુદ્ધને કારણે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે 5,182થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે અને 15,000થી વધુ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે કે ગાઝા પટ્ટીમાં 5,087 લોકો અને પશ્ચિમ કાંઠે 95 લોકોના મોત થયા છે.

Advertisement

આ બધાની વચ્ચે પેલેસ્ટાઈન પ્રશાસનનું પણ માનવું છે કે ઈઝરાયેલની સેનાએ પોતાના બંધકોને છોડાવવા માટે ખાન યુનિસ વિસ્તારમાં લેટરો આપવામાં આવ્યા છે. આ લેટરમાં લખવામાં આવ્યું છે કે લોકો વિશે સાચી માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે. લેટરમાં લોકોને અપહરણ કરાયેલા લોકો વિશે વિશ્વસનીય માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ઈઝરાયેલની સેનાએ પેલેસ્ટાઈનના નાગરિકોને કહ્યું છે કે આ માહિતી આપવાના બદલામાં તેમને સુરક્ષા અને રોકડ ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત, માહિતી આપનાર વ્યક્તિની પણ ગુપ્તતાની ખાતરી આપવામાં આવી છે.

Advertisement

ઈઝરાયેલે તેના બંધક નાગરિકનો વીડિયો જાહેર કર્યો છે

આ સિવાય ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને એક વીડિયો જાહેર કર્યો છે. હમાસ દ્વારા અપહરણ કરાયેલા લોકો આ વીડિયોમાં જોઈ શકાય છે. ઈઝરાયેલે પોસ્ટમાં લખ્યું છે કે, કલ્પના કરો કે તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવી રહ્યો છે, જેમાં તમારા ગુમ થયેલા ભાઈનો વીડિયો છે, જે અંધારા રૂમમાં ફ્લોર પર હાથકડી પહેરીને બેઠો છે.

ઈઝરાયેલ બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા ઈઝરાયલી વ્યક્તિ વિશે. એવિએટર ડેવિડનું એક કોન્સર્ટમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને હાલમાં ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા તેને બંધક બનાવવામાં આવ્યો છે. ઇઝરાયલે દુનિયાની સામે મદદ માંગી અને લખ્યું, કૃપા કરીને આ વીડિયો શેર કરો અને તેને ઘરે લાવવામાં અમારી મદદ કરો.

Advertisement

હમાસે સોદાબાજી શરૂ કરી

યુદ્ધની વચ્ચે હમાસે હવે સોદાબાજીનો આશરો લીધો છે. તેણે બેવડી નાગરિકતા ધરાવતા 50 બંધકોને મુક્ત કરવાના બદલામાં ઇઝરાયેલ પાસેથી ઇંધણ પુરવઠાની માંગ કરી છે. જોકે, ઈઝરાયલે આ માંગને ફગાવી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે જ્યારે તમામ 220 બંધકોને મુક્ત કરવામાં આવશે ત્યારે જ તે ઈંધણના પુરવઠાને મંજૂરી આપશે.

ઇઝરાયેલના નાગરિકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા

વાસ્તવમાં, હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલના લોકોના મોત થયા છે. આ સિવાય હમાસે સેંકડો ઈઝરાયેલ અને વિદેશી નાગરિકોને બંધક બનાવ્યા હતા. હમાસના લડવૈયાઓ તેમને ગાઝા પટ્ટીમાં રાખી રહ્યા છે. જો કે કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે 220 નાગરિકો હજુ પણ હમાસના નિયંત્રણમાં છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં જવાબી કાર્યવાહી કરી હતી. આટલું જ નહીં ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર નાકાબંધી પણ કરી દીધી હતી. ઈઝરાયેલે ખોરાક, પાણી અને ઈંધણનો પુરવઠો પણ બંધ કરી દીધો હતો. જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હમાસે 50 બંધકોને છોડાવવાના બદલામાં ઈંધણની સપ્લાયની મંજૂરી આપવાની શરત રાખી છે.

આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ને આવ્યો હાર્ટ એટેક

Tags :
Advertisement

.