Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas war : બાળકોની હોસ્પિટલના ભોંયરામાં રાખવામાં આવ્યા હતા બંધકો !, હથિયારો પણ મળ્યા...

હમાસ દ્વારા બંધક બનાવાયેલા નાગરિકોને લઈને ઈઝરાયેલની સેનાએ મોટો દાવો કર્યો છે. ઇઝરાયેલની સેનાએ સોમવારે કેટલાક ફોટા અને વીડિયો જાહેર કર્યા હતા અને દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં બાળકોની હોસ્પિટલના ભોંયરામાં તેના હથિયારો સંગ્રહિત કર્યા છે. એટલું જ નહીં,...
israel hamas war   બાળકોની હોસ્પિટલના ભોંયરામાં રાખવામાં આવ્યા હતા બંધકો    હથિયારો પણ મળ્યા

હમાસ દ્વારા બંધક બનાવાયેલા નાગરિકોને લઈને ઈઝરાયેલની સેનાએ મોટો દાવો કર્યો છે. ઇઝરાયેલની સેનાએ સોમવારે કેટલાક ફોટા અને વીડિયો જાહેર કર્યા હતા અને દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં બાળકોની હોસ્પિટલના ભોંયરામાં તેના હથિયારો સંગ્રહિત કર્યા છે. એટલું જ નહીં, ઈઝરાયેલે કહ્યું કે એવું લાગે છે કે હમાસે પણ અહીં બંધક બનાવી રાખ્યા છે.

Advertisement

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈનિકોને ગાઝાની રેન્ટિસી હોસ્પિટલના ભોંયરામાં એક કમાન્ડ સેન્ટર મળ્યું હતું જેમાં હમાસ લડવૈયાઓ દ્વારા રાખવામાં આવેલા ગ્રેનેડ, આત્મઘાતી વેસ્ટ અને અન્ય વિસ્ફોટકો સહિતના હથિયારો હતા. આ બાળકોની હોસ્પિટલ છે જે કેન્સરના દર્દીઓની સારવાર કરે છે. એડમિરલ ડેનિયલ હગારીએ હમાસની ટનલ પણ બતાવી, જે ગાઝાની રેન્ટિસી હોસ્પિટલમાં બીજી બાજુથી બહાર નીકળે છે.

Advertisement

ઈઝરાયલ આર્મીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર હમાસની આ ટનલ નેવી કમાન્ડરના ઘરમાં બનાવવામાં આવી હતી. તેને ઇઝરાયલી સેનાએ નષ્ટ કરી દીધો હતો. એડમિરલ હગારીએ દાવો કર્યો હતો કે હમાસે બંધકોને હોસ્પિટલના ભોંયરામાં જ રાખ્યા હતા. ઈઝરાયેલની સેનાએ ભોંયરામાં એક પોસ્ટર પણ બતાવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, અમે ઈઝરાયલ વિરુદ્ધ ઓપરેશનમાં છીએ. તેમાં 7 ઓક્ટોબરથી શરૂ થતા ગાર્ડ શિફ્ટનું કેલેન્ડર પણ હતું. એટલું જ નહીં હોસ્પિટલના ભોંયરામાં સામાન વેરવિખેર પડ્યો છે. આમાં હમાસના લડવૈયાઓ માટે એક નાનું રસોડું પણ બનાવવામાં આવ્યું હતું અને બાથરૂમથી લઈને વેન્ટિલેશન સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

7 ઓક્ટોબરે જ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં 1400 લોકોના મોત થયા છે. જ્યારે હમાસ દ્વારા 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારથી, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. તેમજ ઈઝરાયેલ આર્મીનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 11000 લોકોના મોતના સમાચાર છે. ઈઝરાયેલી સેનાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે તેના સૈનિકો ગાઝાની શિફા હોસ્પિટલ પહોંચી ગયા છે. ઈઝરાયેલનો દાવો છે કે અલ શિફા હોસ્પિટલ હમાસનું કમાન્ડ સેન્ટર છે.

Advertisement

આ પણ વાંચો : Britain ના હોમ સેક્રેટરી બરતરફ, Rishi Sunak એ આ કારણસર ભારતીય મૂળના Suella Braverman ને હટાવ્યા

Tags :
Advertisement

.