Israel અને Iran UNSC માં આવ્યા સામસામે, ઈઝરાયલે કહ્યું- "ઈરાન ટેરર ફંડિંગ, આતંકીઓને ટ્રેનિંગ આપે છે"
ઈરાન (Iran)ના ઈઝરાયેલ (Israel) પર હુમલા બાદ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઈરાન (Iran)ના રાજદ્વારીઓએ પણ હાજરી આપી હતી. બેઠકમાં ઈરાન (Iran)ના રાજદ્વારીએ ઈઝરાયેલ (Israel) પરના હુમલાનો બચાવ કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેમણે હુમલો કરવો પડશે.
ઈરાનનો દાવો - અમારી પાસે બીજો કોઈ રસ્તો નહતો...
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈરાન (Iran)ના રાજદૂત આમિર સઈદ ઈરવાનીએ કહ્યું કે 'ઈરાન (Iran)ના ઈસ્લામિક રિપબ્લિકે ઈઝરાયલ પર સ્વરક્ષણના અધિકાર હેઠળ હુમલો કર્યો. ઈઝરાયેલે (Israel) દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યા બાદ UN સુરક્ષા પરિષદ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગઈ હતી. આવી સ્થિતિમાં તેહરાન પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને તેણે જવાબ આપવો પડ્યો. ઈરાની રાજદ્વારીએ એમ પણ કહ્યું કે 'તેમનો દેશ સંઘર્ષ વધવા માંગતો નથી, પરંતુ જો કોઈ આક્રમક પગલાં લેવામાં આવશે તો તે તેનો જવાબ આપશે.'
United Nations releases Secretary-General Antonio Guterres' remarks to the Security Council on the situation in the Middle East (as delivered). pic.twitter.com/VhFjBCUIdT
— ANI (@ANI) April 14, 2024
ઈઝરાયેલે ઈરાન પર લગાવ્યા આ આરોપો...
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈઝરાયલના રાજદૂતે ઈરાન (Iran) પર ગંભીર આરોપ લગાવ્યા અને આ ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાન (Iran)ને જવાબદાર ગણાવ્યો. ઈઝરાયેલ (Israel)ના રાજદૂતે કહ્યું કે ઈરાન (Iran)નું અસલી ચહેરો બહાર આવી ગયો છે. તે સમગ્ર વિશ્વમાં આતંકવાદને સ્થાન આપે છે અને આ ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાન (Iran) પણ જવાબદાર છે. ઈઝરાયેલ (Israel)ના રાજદૂતે માંગ કરી હતી કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે અને ઘણું મોડું થાય તે પહેલા ઈરાન (Iran) પર કડક પ્રતિબંધો લાદવામાં આવે.
UN માં ઉઠ્યા અનેક સવાલ...
તેમણે UN ફોરમને પૂછ્યું કે તમે ઈરાન (Iran)ની નિંદા કેમ નથી કરી? તેના બદલે તમે નરસંહાર કરનારા જેહાદીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું. શા માટે તમે તેમની સાથે એવું વર્તન કરો છો કે તેઓ તણાવની આ વર્તમાન પરિસ્થિતિને હળવી કરવા તૈયાર છે જ્યારે તમે જાણો છો કે તેઓ નથી? ઈરાન (Iran)ની વ્યૂહરચના સ્પષ્ટ છે કે તે આતંકવાદને ભંડોળ પૂરું પાડે છે અને વિશ્વભરના આતંકવાદીઓને તાલીમ આપે છે જેથી તે તેના વર્ચસ્વની યોજનાને અમલમાં મૂકી શકે. પરંતુ આજે ઈરાન (Iran)નો પર્દાફાશ થયો છે. હવે તે તેનાથી ભાગી શકતો નથી. ઈરાને તેની ધરતી પરથી ઈઝરાયેલ (Israel) પર હુમલો કર્યો છે.
"Middle East on brink": UN Secretary-General Guterres calls for de-escalation in region
Read @ANI Story | https://t.co/lB3kcB4iVB#UN #AntonioGuterres #Israel #Iran #MiddleEast pic.twitter.com/dbwb45pIiK
— ANI Digital (@ani_digital) April 14, 2024
ઈરાને ઈઝરાયેલ પર હવાઈ હુમલો કર્યો...
શનિવારે ઈરાને ઈઝરાયેલ (Israel) પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલોથી સીધો હુમલો કર્યો હતો. જો કે, આ હુમલામાં ઇઝરાયેલને વધુ નુકસાન થયું ન હતું અને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે લગભગ તમામ મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા હતા અને તેમને હવામાં જ નષ્ટ કરી દીધા હતા. આમાં ઈઝરાયેલ (Israel)ને અમેરિકા, જોર્ડન અને બ્રિટનની પણ મદદ મળી હતી. ઈરાનનું કહેવું છે કે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસની ઈમારત પર ઈઝરાયેલ દ્વારા 1 એપ્રિલના કથિત હુમલાને પગલે આ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બે ટોચના કમાન્ડર સહિત સાત ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા.
UN મહાસચિવની અપીલ...
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની તેમજ દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયેલના હુમલાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હવે બંને દેશોએ પીછેહઠ કરવી જોઈએ અને સંઘર્ષને વધારવો જોઈએ નહીં.
આ પણ વાંચો : Israel-Iran War : G-7 દેશોએ ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરી, જાણો શું કહ્યું…
આ પણ વાંચો : America : જાહેર કાર્યક્રમમાં ધડાધડ 18 રાઉન્ડ ફાયરિંગ, એક બાળકનું મોત, 8થી વધારે લોકો ઘાયલ
આ પણ વાંચો : Afghanistan flood : ભારે વરસાદે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી, અચાનક પૂરના કારણે 33 લોકોના મોત…