ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયા થઈ બહાર?,જાણો પોઈન્ટ ટેબલ

ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રને હરાવ્યું ટીમ ઈન્ડિયા માટે રસ્તો વધુ મુશ્કેલ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી ગયું IND-W vs AUS-W: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં આજે ગ્રુપ Aમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W)સામે થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને...
09:12 AM Oct 14, 2024 IST | Hiren Dave
india lost against Australia

IND-W vs AUS-W: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં આજે ગ્રુપ Aમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા (IND-W vs AUS-W)સામે થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રને હરાવ્યું છે. 152 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી હતી. આ જીત બાદ ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યારે ટીમ ઈન્ડિયા માટે રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.

બેટ્સમેનોએ નિરાશ કર્યા

152 રનના સ્કોરનો પીછો કરતી વખતે ભારતીય મહિલા ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા 20 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેના આઉટ થયા બાદ સ્મૃતિ પણ 6 રને આઉટ થઈ ગઈ હતી. જેમિમા પણ આજે કંઈ ખાસ કરી શકી નથી. તે 16 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેના આઉટ થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિએ ટીમની કમાન સંભાળી હતી. દીપ્તિ પણ 29 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેના આઉટ થયા બાદ હરમનપ્રીતને બીજી તરફથી કોઈ સમર્થન મળ્યું ન હતું અને ટીમ ઈન્ડિયા નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 142 રન જ બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયાને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો

આ પહેલા ટીમ ઈન્ડિયાએ કરો યા મરો મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે 151 રન પર રોકી દીધું હતું. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 41 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેમના સિવાય કેપ્ટન મેકગ્રાએ 32 રન અને એલિસ પેરીએ 32 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ પહેલા મેચની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. ટોસ બાદ વોર્મ-અપ દરમિયાન આશા શોભના ઈજાગ્રસ્ત થઈ હતી. આ પછી રાધા યાદવનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -Asia Cup 2024: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને મળી કપ્તાની

શું સેમિફાઇનલમાંથી બહાર થઈ ટીમ ઈન્ડિયા?

ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ Aમાં ચારેય મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ હજુ પણ બીજા સ્થાન માટે ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સ્પર્ધા છે. પાકિસ્તાનનો નેટ રન-રેટ ખૂબ જ નબળો છે, તેથી તેના સેમિફાઇનલમાં જવાની આશા ઓછી છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખૂબ જ કાંટાની સ્પર્ધા છે. ટીમ ઈન્ડિયાનો નેટ રન-રેટ હાલમાં 0.322 છે, જ્યારે ન્યુઝીલેન્ડના પણ ભારતની જેમ ચાર પોઈન્ટ છે અને તેનો નેટ રન-રેટ 0.282 છે. જો ભારતે સેમીફાઈનલમાં જવું હોય તો પાકિસ્તાન કોઈ પણ ભોગે ન્યુઝીલેન્ડને હરાવશે તેવી આશા રાખવી પડશે. જો ન્યુઝીલેન્ડ જીતે તો પણ કીવી ટીમનો નેટ રનરેટ તેના કરતા સારો બને છે કે કેમ તેના પર ટીમ ઈન્ડિયાએ નજર રાખવી પડશે.

Tags :
australia beat indiaHarmanpreet KaurICC Womens T20 World Cu 2024Ind W vs Aus Windia lost against AustraliaIndia vs AustraliaIndia Women vs Australia Women match reportWomen's T20 World Cup 2024Women's t20 world cup semi final
Next Article