ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું Bill Gates ગરીબ થઇ રહ્યા છે ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Microsoft co-founder Bill Gates ) ની ગણતરી દુનિયાના ધનિક બિઝનેસમેન (richest businessmen) માં થાય છે. તેમની પાસે એટલી સંપત્તિ (wealth) છે કે તેઓ દુનિયાના ટોપ 10 ધનિક લોકો (Top 10 Richest People) માં આવે છે. પણ...
08:26 PM May 03, 2024 IST | Hardik Shah
Bill Gates in Poor Condition

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Microsoft co-founder Bill Gates ) ની ગણતરી દુનિયાના ધનિક બિઝનેસમેન (richest businessmen) માં થાય છે. તેમની પાસે એટલી સંપત્તિ (wealth) છે કે તેઓ દુનિયાના ટોપ 10 ધનિક લોકો (Top 10 Richest People) માં આવે છે. પણ કહેવાય છે કે તાજતેરમાં તેમની સંપત્તિ (Wealth) માં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. તાજેતરના એક ડેટા અનુસાર તેઓ અત્યારે દુનિયાના સૌથી અમીર લોકો (Richest People) ની યાાદીમાં 9 માં ક્રમે છે. આ જાણીને તમને થયું હશે કે તેઓ ગરીબ (Poor) કેવી રીતે થઇ રહ્યા હોઇ શકે. તો અમે તમને જણાવી દઇએ કે, તેમની સંપત્તિમાં ઘટાડો થઇ રહ્યો છે.

બિલની સંપત્તિમાં થઇ રહ્યો છે ઘટાડો

ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, બિલ ગેટ્સ હવે $128 બિલિયનના માલિક છે. અમીરોની યાદીમાં તે 9મા નંબરે છે. પરંતુ એક મહિના પહેલા તે 7મા નંબરે હતા. આ પહેલા તેઓ અમીર લોકોની યાદીમાં નંબર વન પર પણ રહી ચુક્યા છે. તે 1995 થી ઘણા વર્ષો સુધી ટોચ પર રહ્યા હતા. પરંતુ હવે સંપત્તિમાં ઘટાડાનું કારણ વૈશ્વિક સંપત્તિનું વિતરણ માનવામાં આવી રહ્યું છે. સંપત્તિમાં ઘટાડો થવાના મુખ્ય બે કારણો છે. પ્રથમ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવેલી $59 બિલિયનની રકમ છે. બીજું કારણ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સથી છૂટાછેડા છે. જેના કારણે કેટલીક આર્થિક બાબતો પર અસર થઈ હતી. ગેટ્સ પર્યાવરણ બચાવવા માટે પણ સક્રિય છે. પરંતુ તે સુપરયાટની માલિકીને લઈને વિવાદોમાં આવી ગયા છે. હવે એવું માનવામાં આવે છે કે પર્યાવરણ બચાવવાના પ્રયાસના ભાગરૂપે બિલ તેમની બોટ વેચવાનો નિર્ણય લઈ શકે છે. 2021 માં, બિલ ગેટ્સે $25 મિલિયનમાં સુપરયાટ ધ વેફાઇન્ડર એસ્ટીલેરોસ આર્મોન ખરીદી. બાદમાં બીજી યાટ ખરીદી.

અમીરોની યાદીમાંથી થઇ જશે સંપૂર્ણ બહાર

એવું માનવામાં આવે છે કે આ એક મોટી મધરશિપ છે, તેને પ્રોજેક્ટ 821 નામ આપવામાં આવ્યું છે. તેની લંબાઈ 390 ફૂટ છે, જે 7 હજાર ગ્રોસ ટન છે. તેની ગણતરી વિશ્વના સૌથી મોટા જહાજોમાં થાય છે. મોંઘા જહાજોની જાળવણી માટે વધુ ખર્ચ થાય છે. તેથી એવું માનવામાં આવે છે કે બિલ તેને વેચી શકે છે. કેટલાક લોકો માને છે કે તેઓ તેમની પર્યાવરણ-પ્રેમી છબી જાળવવા માટે આ કરી રહ્યા છે. બિલ ગેટ્સે પર્યાવરણમાં કાર્બનની હાજરી અંગે ટિપ્પણી કરી છે. બિલે 2022માં કહી ચુક્યા છે કે, તે દાન કરવામાં સફળ થશે કે તરત જ તે અમીરોની યાદીમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.

આ પણ વાંચો - Kidnapping: માતાએ પોતાના યુવાન પુત્ર માટે કર્યું 11 વર્ષની છોકરીનું અપહરણ, જાણો શું છે કારણ?

આ પણ વાંચો - Bill Gates with PM Modi : બિલ ગેટ્સનો વડાપ્રધાન મોદી સાથે સંવાદ; AI, ટેક્નોલોજી ક્રાંતિ અંગે ખુલ્લા મને વાતચીત

Tags :
billBill GatesBill Gates FoundationBill Gates in Poor ConditionBill Gates NewsgatesGujarat FirstMicrosoft co-founder Bill Gatesrichest businessmenWealth
Next Article