Iranની પ્રતિજ્ઞા.."અબ દેખ.. તેરા ક્યા હાલ હોગા...."
- ઇસ્માઇલ હાનિયાની હત્યાથી ઇરાન ગુસ્સામાં
- હત્યાનો બદલો લેવા ઇરાનની પ્રતિજ્ઞા
- ઇઝરાયેલ સામે બદલો લેવાની અમારી ફરજ
Iran : ઈરાન (Iran)ના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો ઈઝરાયેલથી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ખામેનીએ કહ્યું કે ઈરાનની રાજધાની તેહરાનમાં વહેલી સવારે થયેલા હવાઈ હુમલામાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈઝરાયલે પોતાના માટે કઠોર સજા વહોરી લીધી છે.
અમે બદલો લેવાનું અમારી ફરજ માનીએ છીએ
સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ તેમની સત્તાવાર વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યું, “અમે બદલો લેવાનું અમારી ફરજ માનીએ છીએ. તેણે કહ્યું કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અમારા ઘરે પ્રિય મહેમાન હતા.
ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું
ઈરાને કહ્યું કે હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા બુધવારે તેહરાનમાં વહેલી સવારે થયેલા હવાઈ હુમલામાં માર્યા ગયા. તેણે આ હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું. યુ.એસ. અને અન્ય દેશો પ્રાદેશિક યુદ્ધને રોકવાનો પ્રયાસ કરતા હોવા છતાં, સંઘર્ષમાં વધતી હત્યાનો ભય ઝડપથી વધી રહ્યો છે.
આ પણ વાંચો---Netanyahu : "જબ તક તોડેંગે નહી..તબ તક છોડેંગે નહી"...!
હાનિયા તેહરાનમાં શું કરી રહ્યો હતો ?
જો કે, ઇઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું ન હતું, જેણે ઓક્ટોબર 7 ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી હાનિયા અને અન્ય હમાસ નેતાઓને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાને કહ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે ઈસ્માઈલ હાનિયા તેહરાનમાં ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા.
જાણો કોણ છે ઈસ્માઈલ હાનિયા?
ઈસ્માઈલ હાનિયા હમાસના પોલિટિકલ બ્યુરોના વડા હતા. તેઓ પેલેસ્ટિનિયન ઓથોરિટીની 10મી સરકારના વડાપ્રધાન હતા. દરમિયાન, હાનિયાનું હુલામણું નામ અબુ-અલ-અબ્દ છે. હાનિયાનો જન્મ પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પમાં થયો હતો. ઇઝરાયલે વર્ષ 1989માં હાનિયાને 3 વર્ષ સુધી કેદ કરી હતી. આ પછી તેને હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ અલ-ઝહુરમાં દેશનિકાલ કરવામાં આવ્યો. આ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે નો-મેનની જમીન છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા 1 વર્ષ સુધી ત્યાં રહ્યો. જે બાદ તે ગાઝા પરત ફર્યો હતો.
હમાસે 16 ફેબ્રુઆરી 2006ના રોજ ઈસ્માઈલ હાનિયાને પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન જાહેર કર્યા. પરંતુ, માત્ર એક વર્ષ પછી, પેલેસ્ટિનિયન નેશનલ ઓથોરિટીના વડા મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી બરતરફ કરી દીધા.
આ પણ વાંચો----Mossad : ઇઝરાયેલના દુશ્મનો માટે 'કિલિંગ મશીન'