ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Iran ની Israel ને ચેતવણી, કહ્યું- 'દરેક હુમલોનો જડબાતોડ જવાબ અપાશે'

ઈરાને ફરી ઈઝરાયેલને આપી ચેતવણી ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા દરેક હુમલોનો જડબાતોડ જવાબ અપાશે ઈરાને (Iran) મંગળવારે ફરી એકવાર ઈઝરાયેલ (Israel)ને ચેતવણી આપી છે. ઈરાન (Iran) તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે એક સપ્તાહ પહેલા તહેરાને...
01:15 PM Oct 08, 2024 IST | Dhruv Parmar
  1. ઈરાને ફરી ઈઝરાયેલને આપી ચેતવણી
  2. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા
  3. દરેક હુમલોનો જડબાતોડ જવાબ અપાશે

ઈરાને (Iran) મંગળવારે ફરી એકવાર ઈઝરાયેલ (Israel)ને ચેતવણી આપી છે. ઈરાન (Iran) તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે એક સપ્તાહ પહેલા તહેરાને ઈઝરાયેલ (Israel) પર મિસાઈલ છોડી હતી. ઈરાને (Iran) ઈઝરાયેલ (Israel) પર મિસાઈલ છોડ્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ છે. દરમિયાન ઈરાન (Iran)ના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું કે ઈરાન (Iran)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈપણ હુમલાનો જવાબ આપવામાં આવશે.

લેબનોનમાં ઇઝરાયેલ બોમ્બમારો ચાલુ છે...

ઈરાન ઈઝરાયલને ચેતવણી આપી રહ્યું છે તેમ છતાં ઈઝરાયેલ (Israel)ની સેના લેબેનોનમાં હિઝબુલ્લાહની જગ્યાઓ પર ભારે બોમ્બમારો કરી રહી છે. મંગળવારે, ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં કહ્યું કે બેરૂત વિસ્તારમાં હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો છે. માર્યા ગયેલા કમાન્ડરનું નામ સુહેલ હુસૈન હુસૈની હતું. હુસૈની હિઝબુલ્લાહનો કમાન્ડર હતો જેણે શસ્ત્રોના ડેપો, શસ્ત્રોની સપ્લાય, બજેટ, લોજિસ્ટિક્સ, શસ્ત્રો ક્યાંથી આવવા જોઈએ અને ક્યાં જવા જોઈએ તેની સંભાળ રાખતા હતા.

આ પણ વાંચો : Israel War : તો શું હવે ઇઝરાયેલનો વધુ એક દુશ્મન બન્યો આ દેશ?

ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો...

આ પહેલા સપ્ટેમ્બરમાં ઇઝરાયલે લેબનોનના બેરૂતમાં હુમલો કરીને ઈરાન સમર્થિત આતંકવાદી જૂથને મોટો ઝટકો આપ્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા. હસન નસરાલ્લાહના મૃત્યુ બાદથી ઈરાન અને ઈઝરાયેલ (Israel) વચ્ચે તણાવ ચરમસીમા પર છે.

આ પણ વાંચો : Israel Lebanon War : હિઝબુલ્લાએ કર્યું એવું કે ઈઝરાયેલ હચમચી ગયું... Video

ઈઝરાયેલ હુમલો કરી શકે છે...

એવા પણ સમાચાર છે કે, ઈઝરાયેલ ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. અમેરિકન ન્યૂઝ વેબસાઈટ એક્સિઓસે ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને કહ્યું કે ઈરાનની ઓઈલ ફેસિલિટી પર હુમલો થઈ શકે છે. જો ઇઝરાયેલ તરફથી આવો હુમલો થાય છે તો તે ગંભીર સ્થિતિ બની શકે છે જે સમગ્ર વિશ્વમાં તેલના ભાવમાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની ધરતી પર ભારત વિશે આ શું બોલી ગયો Zakir Naik..?

Tags :
Abbas AraghchiBenjamin NetanyahuGazaHezbollahiranIsraelIsrael ArmyIsrael-Hezbollah WarLebanonSuhail Hussein Husseiniworld
Next Article