MLA જિજ્ઞેશ મેવાણીના આક્ષેપો અંગે પહેલીવાર IPS પાંડિયનની પ્રતિક્રિયા, Gujarat First સાથે EXCLUSIVE વાતચીત
- MLA જિજ્ઞેશ મેવાણીનાં આક્ષેપને લઈને IPS નો ખુલાસો
- Gujarat First સાથે IPS રાજકુમાર પાંડિયનની EXCLUSIVE વાતચીત
- જિજ્ઞેશ મેવાણીને ઈચ્છતા હતા કે હું તેમને રિસિવ કરવા આવું : IPS
- હું તેમને લાઈફમાં બે મિનિટ જ મળ્યો છું, એન્કાઉન્ટરની વાત જ નથી : IPS
વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ (MLA Jignesh Mevani) થોડા દિવસ પહેલા IPS અધિકારી રાજકુમાર પાંડિયન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ધારાસભ્યએ આઈપીએસ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ, સ્પામાં તોડ, હવાલાકાંડ, ગેરવર્તન અને એન્કાઉન્ટર સહિતનાં ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે IPS રાજકુમાર પાંડિયને (IPS Rajkumar Pandian) પ્રતિક્રિયા આપી છે. MLA જિજ્ઞેશ મેવાણીના આક્ષેપને લઈને IPS રાજકુમાર પાંડિયને Gujarat First સાથે EXCLUSIVE વાતચીત કરી છે.
આ પણ વાંચો - MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું - ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’
હું તેમને લેવા ન ગયો એટલે તેઓ બૂમો પાડવા લાગ્યા : IPS
IPS રાજકુમાર પાંડિયને Gujarat First સાથે EXCLUSIVE વાતચીત દરમિયાન જણાવ્યું કે, MLA મેવાણી રજૂઆત કરવા ડાયરેક્ટ આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણી ઈચ્છતા હતા કે હું તેમને રિસિવ કરવા આવું. પરંતું, હું તેમને લેવા ના ગયો એટલે તેઓ બૂમો પાડવા લાગ્યા. તેઓ ફોન લઈને કેબિનમાં ઘૂસી આવ્યા હતા. IPS પાંડિયને આગળ કહ્યું કે, તેમને રિસિવ કરવા જવું તે પ્રોટોકોલમાં નહોતું. હું તેમને લાઈફમાં બે મિનિટ જ મળ્યો છું, એન્કાઉન્ટરની વાત જ નથી. જે રજૂઆત કરવા આવ્યા હતા, તે તો તેમણે કરી જ નહીં.
આ પણ વાંચો - Ahmedabad : નકલી જજ મોરિસ ઠગાઈનો અઠંગ ખેલાડી! એક પછી એક થયા ચોંકાવનારા ખુલાસા!
તેમણે આવું કેમ કર્યું એ તો તેઓ જ જાણે : IPS પાંડિયન
IPS રાજકુમાર પાંડિયને Gujarat First સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમણે આવું કેમ કર્યું એ તો તેઓ જ જાણે. તેઓ શા માટે આવા ગંભીર આરોપ લગાવી રહ્યા છે હું નથી જાણતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસનાં (Congress) કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફેરન્સ યોજી IPS રાજકુમાર પાંડિયન પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘IPS અધિકારી રાજકુમાર પાંડિયનએ અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. મારા કે મારા પરિવારની કે પછી મારી ટીમનાં કોઈ પણ સદસ્યની હત્યા કે એન્કાઉન્ટર અથવા જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન આજે, કાલે કે ભવિષ્યમાં થાય તો તેની સંપૂર્ણ જવાબદારી CID ક્રાઇમનાં વડા IPS રાજકુમાર પાંડિયનની (IPS Rajkumar Pandian) રહેશે.’ MLA જિજ્ઞેશ મેવાણીએ (Jignesh Mevani) IPS રાજકુમાર પાંડિયન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સાથે જ વહીવટદારો પર પણ નામજોગ ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સાથે જમીન કૌભાંડ, સ્પામાં તોડ, હવાલાકાંડનો પણ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો - MLA મેવાણી અને IPS એસ. પાંડીઆ રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત