Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL Points Table 2024 : ટોપ પર RR, 7 માં ક્રમે GT, આ ટીમોનું લગભગ પત્તુ કટ

IPL Points Table 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી આવૃત્તિ ધીમે ધીમે આગળ વધી રહી છે. જેનો રોમાંચક તબક્કો ચાલુ છે. દરેક સીઝનની જેમ આ IPL સીઝનમાં પણ ઘણી ટીમો પોઈન્ટ ટેબલ (Points Table) માં ટોપ પર છે,...
ipl points table 2024   ટોપ પર rr  7 માં ક્રમે gt  આ ટીમોનું લગભગ પત્તુ કટ

IPL Points Table 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી આવૃત્તિ ધીમે ધીમે આગળ વધી રહી છે. જેનો રોમાંચક તબક્કો ચાલુ છે. દરેક સીઝનની જેમ આ IPL સીઝનમાં પણ ઘણી ટીમો પોઈન્ટ ટેબલ (Points Table) માં ટોપ પર છે, જ્યારે ઘણી ટીમોને પ્લેઓફ (Playoff) માં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. એક તરફ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. વળી, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમ પોઈન્ટ ટેબલ (Points Table) માં છેલ્લા એટલે કે 10મા સ્થાને છે. જ્યારે ગત વર્ષની રનર અપ ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમની સ્થિતિ આ ટૂર્નામેન્ટમાં ઘણી ખરાબ દેખાઈ રહી છે. આ ટીમ 7 માં ક્રમે છે.

Advertisement

SRH vs PBKS

પંજાબની હાર બાદ પણ Points Table પર નથી થયો કોઇ ફેરફાર

મંગળવારે સીઝનની 23મી મેચ રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Punjab Kings and Sunrisers Hyderabad) આમને-સામને જોવા મળી હતી. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Maharaja Yadvendra Singh International Cricket Stadium) માં યોજાયેલી આ મેચ રોમાંચથી ભરેલી હતી. પેટ કમિન્સ એન્ડ કંપનીએ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું અને જીત મેળવી. જણાવી દઇએ કે, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે મંગળવારે રાત્રે, 9 એપ્રિલે પંજાબ કિંગ્સને 2 રને હરાવીને ટુર્નામેન્ટની તેમની ત્રીજી જીત નોંધાવી હતી. જોકે, આ જીત છતાં, ટીમ ખરાબ નેટ રન રેટના કારણે IPL 2024 પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં પોતાનું સ્થાન બનાવી શકી નથી. પંજાબ કિંગ્સને હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 5માં સ્થાને યથાવત છે. બીજી તરફ SRH વિરુદ્ધ હાર બાદ પણ પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ-4માં છે. પંજાબ અને હૈદરાબાદની મેચ પછી, IPL 2024 પોઈન્ટ ટેબલમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. જોકે, પોઈન્ટ ટેબલની રેસ દરેક મેચ બાદ રોમાંચક બનતી જઈ રહી છે. અત્યાર સુધીના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો એવું લાગે છે કે 6 ટીમ પ્લેઓફની રેસમાં છે. આ 6 ટીમોમાંથી 4 ટીમોને ક્વોલિફિકેશન રમવાની તક મળશે, જ્યારે 4 ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે. જોકે ક્રિકેટમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.

Advertisement

પોઈન્ટ્સ ટેબલ પર એક નજર

Points Table

Points Table

જો આપણે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ 4 મેેચમાં 4 જીત સાથે ટોપ પર એટલે કે નંબર વન પર છે. તેના હાલમાં 8 અંક છે. તે પછી બીજા નંબરે કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ છે, જેણે 4 મેચમાં 3 જીત નોંધાવી છે. તેના હાલમાં 6 અંક છે. તે પછી ત્રીજા નંબર લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ છે, જેણે 4 મેચમાં 3 જીત નોંધાવી છે. જેના હાલમાં અંક 6 છે. તે પછી ચોથા ક્રમે ગત વર્ષની ચેમ્પિયન ટીમ ચેમ્પિયન સુપર કિંગ્સ (CSK) ની ટીમ છે. ટીમે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમા ટીમે 3 મેચમાં જીત નોંધાવી છે. તેના હાલમાં 6 અંક છે. આ પછી પાંચમાં ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છે. જેણે 5 મેચ રમી છે જેમાંથી ટીમે 3 મેચમાં જીત નોંધાવી છે. તે પછી છઠ્ઠા ક્રમે પંજાબ કિંગ્સ, સાતમાં ક્રમે ગુજરાત ટાઈટન્સ, આઠમાં ક્રમે મુંબઈ ઈન્ડિયન્સ, નવમાં ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરું અને દસમાં ક્રમે દિલ્હી કેપિટલ્સની ટીમ છે.

Advertisement

IPL 2024 all teams

આ ટીમોનું પત્તુ લગભગ કટ

પ્લેઓફમાં પહોંચવા માટે ટીમે 14 અંક મેળવવાની જરૂર પડે છે. જોકે, ઘણીવાર સ્થિતિ એવી પણ બને છે કે, 14 અંક થી ઓછા અંક હોય ત્યારે પણ ટીમ પ્લેઓફમાં પહોંચી જાય છે. જણાવી દઇએ કે, ગઈકાલે હાર મળ્યા બાદ પણ પંજાબની ટીમ હજુ પણ સારું પ્રદર્શન કરી પ્લેઓફમાં પહોંચી શકે છે. તે સિવાય ગુજરાત ટાઈટન્સની ટીમના 4 અંક છે, તે પણ આ રેસમાં ઝંપ લાવી શકે છે. તે પછી જો મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેજર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમની વાત કરીએ તો તેમને હવે ટોપમાં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ઘણા એક્સપર્ટ કહી રહ્યા છે કે હવે આ ત્રણ ટીમનું પત્તુ લગભગ કટ થઇ ગયું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ એક એવી ટીમ છે જે હરહંમેશા વાપસી કરવામાં માને છે. તે આ વખતે પણ કોઇ ચમત્કાર કરે તો નવાઈ નહીં.

આ પણ વાંચો - CSK vs KKR : માત્ર 1 રન બનાવ્યા બાદ પણ Dhoni એ રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો - PBKS VS SRH : કાંટેદાર મેચમાં ફક્ત 2 રનથી પાછળ રહ્યું પંજાબ, ચંદીગઢમાં રાત્રે હૈદરાબાદનો થયો SUNRISE

Tags :
Advertisement

.