Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2025 : રોહિત શર્મા હવે MUMBAI INDIANS ને છોડીને આ ટીમની સંભાળશે કમાન!

IPL 2025 માટે મેગા ઓક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી ROHIT SHARMA મુંબઈની ટીમને છોડે તેવા એંધાણ PUNJAB KINGS માં થઈ શકે છે રોહિતની એન્ટ્રી ROHIT SHARMA TO LEAVE MUMBAI INDIANS : IPL 2025 માટે મેગા ઓક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી...
ipl 2025   રોહિત શર્મા હવે mumbai indians ને છોડીને આ ટીમની સંભાળશે કમાન
  • IPL 2025 માટે મેગા ઓક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી
  • ROHIT SHARMA મુંબઈની ટીમને છોડે તેવા એંધાણ
  • PUNJAB KINGS માં થઈ શકે છે રોહિતની એન્ટ્રી

ROHIT SHARMA TO LEAVE MUMBAI INDIANS : IPL 2025 માટે મેગા ઓક્શનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમને મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગી છે. કેટલીક ટીમો નવા કોચની શોધમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ, કેટલીક ટીમો માટે કેપ્ટન પસંદગી મોટી ચિંતાનો વિષય બની ગયો છે. આ બધી કવાયત વચ્ચે, પંજાબ કિંગ્સના કેમ્પમાંથી કેટલીક મોટી જાણકારી સામે આવી છે. મળતા અહેવાલોના અનુસાર, વર્ષ 2025 ના IPL માં રોહિત શર્મા MUMBAI INDIANS નહીં પરંતુ પંજાબની ટીમ તરફથી પોતે રમી શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

રોહિત શર્મા MUMBAI INDIANS ને કહેશે અલવિદા?

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનારા કેપ્ટન રોહિત શર્મા વિશે અવારનવાર નવી અપડેટ્સ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વખતે MUMBAI INDIANS ટીમ રોહિત શર્માને ટીમમાં રાખવાની ખાતરી આપતી નથી. એવી અફવા છે કે રોહિત શર્માને ટીમમાંથી રિલીઝ કરવામાં આવી શકે છે. જો આ રીતે થાય છે અને રોહિત શર્મા હરાજીમાં ભાગ લે છે, તો ઘણીને આશા છે કે મોટા ફ્રેન્ચાઈઝી તેના માટે રકમ ખર્ચવામાં ખચકાશે નહીં. તેમાં પણ હવે શિખર બાદ હવે પંજાબની ટીમને એક કપ્તાનની જરૂર છે, જેને રોહિત શર્મા પૂરી કરી શકે છે.

Advertisement

PUNJAB KINGS નો ભાગ બનશે રોહિત શર્મા?

હાલના સમયમાં મળી રહેલી માહિતીના અનુસાર, રોહિત શર્માને લઈને પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઈઝી ખૂબ જ ઉત્સુક છે. પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ સંજય બાંગરે જણાવ્યું છે કે, જો રોહિત IPL 2025ની હરાજીમાં આવે છે, તો તે એક મોટા બિડિંગ યુદ્ધનો કેન્દ્રબિંદુ બનશે. બાંગરે ઉમેર્યું કે રોહિતને ખરીદવા માટે પંજાબ કિંગ્સ પ્રયાસ કરશે, પરંતુ અંતે નિર્ણય ત્યારે થાય કે ટીમ પાસે કેટલા ફંડ ઉપલબ્ધ છે. સંજય બાંગરના આ નિવેદન બાદ સૌ કોઈ અંદાજો લગાવી રહ્યા છે કે રોહિત શર્મા જો આ વર્ષે હરાજીમાં આવે છે તો પંજાબ કિંગ્સની ટીમ તેમને ખરીદવા માટે રસ ચોક્કસપણે દાખવશે.

પંજાબ માટે પર્ફેક્ટ છે રોહિત શર્મા

નોંધનીય છે કે, IPL 2025 માટે પંજાબ કિંગ્સને નવા કેપ્ટનની જરૂર છે, ખાસ કરીને શિખર ધવનના તાજેતરના નિવૃત્તિની જાહેરાત પછી. હાલમાં, શિખર ધવન IPLમાં ફરી રમશે કે નહીં તે સ્પષ્ટ નથી. આ પરિસ્થિતિમાં, રોહિત શર્મા જો ટીમ સાથે જોડાય છે તો પંજાબ કિંગ્સ રોહિતને ટીમમાં કપ્તાન બનાવવાનો પણ આગ્રહ રાખી શકે છે.

Advertisement

આ પણ વાંચો : KL RAHUL ને હજી પણ ખૂંચે છે એ પાંચ વર્ષ જૂનો વિવાદ, કહ્યું - આવી સજા મને....

Tags :
Advertisement

.