Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 : હજુ પણ RCB પહોંચી શકે છે Playoffs માં, ચમત્કાર નહીં પણ સમીકરણ કરી શકે છે કામ

IPL 2024 માં એકવાર ફરી RCB ની ટીમ ફ્લોપ સાબિત થઇ રહી છે. એવું પણ નથી કે ટીમ પાસે સારા ખેલાડીઓ (Good Players) નથી. RCB પાસે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, મોહમ્મદ સિરાઝ, વિલ ઝેક્સ, રજત પાટિદાર...
ipl 2024   હજુ પણ rcb પહોંચી શકે છે playoffs માં  ચમત્કાર નહીં પણ સમીકરણ કરી શકે છે કામ

IPL 2024 માં એકવાર ફરી RCB ની ટીમ ફ્લોપ સાબિત થઇ રહી છે. એવું પણ નથી કે ટીમ પાસે સારા ખેલાડીઓ (Good Players) નથી. RCB પાસે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, મોહમ્મદ સિરાઝ, વિલ ઝેક્સ, રજત પાટિદાર જેવા શાનદાર ખેલાડીની ફૌજ છે, તેમ છતા પણ RCB ચાલુ ટૂર્નામેન્ટમાં 8 મેચમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. તાજેતરમાં RCB પોઈન્ટ્સ ટેબલ (Points Table) પર 10 માં નંબરે છે. કહેવાય છે કે, હવે આ ટીમનું પ્લેઓફ (Playoffs) માં પહોંચવું સંભવ નથી. પણ અમે તમને જણાવી દઇએ કે, હજુ પણ RCB પાસે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત છે. કેવી રીતે આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

નસીબના જોરે પ્લેઓફમાં મળી શકશે જગ્યા

ક્રિકેટના મોટા ફોર્મેટમાં ક્યારેક જો તો પર ટીમોની નજર રહેતી હોય છે. ઘણીવાર એવું બન્યું છે કે, કોઇ ટીમ હારે છે તેનો ફાયદો કોઇ અન્ય ટીમને થાય છે, આવું જ કઇંક RCB માટે કહેવામાં આવી રહ્યું છે. તમે વિચારશો કે આવું કેવી રીતે શક્ય છે, RCB પહેલા જ પોતાની 8 મેચમાં 7 માં હાર મેળવી ચુકી છે. ત્યારે આવું થવું ઘણું મુશ્કિલ લાગી રહ્યું છે. પણ કહેવાય છે કે, અસંભવ ક્યારેક સંભવ બની જાય છે. RCB તાજેતરમાં પોઈન્ટ્સ ટેબલ પર 10 માં ક્રમે છે. અહીં અમે તમને જણાવી દઇએ કે, કોઈપણ ટીમને સરળતાથી ક્વોલિફાય કરવા માટે 8 મેચ જીતવી જરૂરી છે. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ 14-14 મેચ રમશે. બેંગલુરુએ 8 મેચ રમી છે, એટલે કે RCB પાસે હજુ વધુ 6 મેચ છે. જો બેંગલુરુ આ તમામ 6 મેચ જીતી જાય તો પણ તે માત્ર 7 મેચ જીતી શકશે. અહીં ટ્વિસ્ટ એ છે કે ટીમ 7 મેચ જીતીને પણ ક્વોલિફાય કરી શકે છે. જોકે, હવે RCBએ ક્વોલિફાય થવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. જો કોઈ ટીમ 8 મેચ જીતે છે, તો તે પોતાના દમ પર ક્વોલિફાય થઈ જાય છે, પરંતુ 7 મેચ જીતીને ક્વોલિફાય કરવા માટે નસીબ જરૂરી છે.

RCB ને આ સમીકરણ પ્લેઓફમાં જગ્યા અપાવી શકે છે

કુલ 4 ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાય થવું પડશે. હાલમાં રાજસ્થાન રોયલ્સ 7 મેચમાંથી 6 જીત સાથે આ રેસમાં ટોચ પર છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા સ્થાને છે જેણે 7માંથી 5 મેચ જીતી છે. ત્રીજા સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદ 7 મેચમાંથી 5 જીત સાથે છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ 7 મેચમાંથી 4 જીત સાથે ચોથા સ્થાને છે. વળી, લખનૌ સુપરજાયન્ટ્સ 7માંથી 4 મેચ જીતીને યાદીમાં પાંચમા સ્થાને છે. જો RCBને ક્વોલિફાય કરવું હોય, તો ચાલો માની લઈએ કે ટોચની ત્રણ ટીમો ક્વોલિફાય થશે. RCB ચોથા સ્થાને સ્થાન મેળવી શકે છે. આ માટે CSK અને LSGને 7 મેચ જીતવાથી રોકવી પડશે. CSK અને LSG બંનેની 7-7 મેચ બાકી છે. જો આ બંને ટીમો વધુમાં વધુ 2-2 મેચ જીતે છે અને બાકીની 5 મેચ હારી જાય છે અને RCB તેની તમામ મેચો જીતી લે છે, તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ આમાં થોડો ટ્વિસ્ટ આપી શકે છે. આ માટે પણ ફોર્મ્યુલા એક જ છે કે જો કોઈ રીતે આ ટીમો 6થી વધુ મેચ જીતી શકતી નથી તો તેનો ફાયદો RCBને મળશે.

Advertisement

KKR સામે RCB ને મળી 1 રનથી હાર

કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ 1 રનથી મેચ હારી ગઈ હતી. ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા KKRએ 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેંગલુરુ 221 રન સુધી પહોંચ્યું હતું અને 1 રનથી મેચ હારી ગયું હતું.

આ પણ વાંચો - KKR vs RCB : રોમાંચક મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું

Advertisement

આ પણ વાંચો - દિલ્હીને હરાવી હૈદરાબાદની ટીમે CSK અને KKR ને આપ્યો ઝટકો, Points Table માં મોટો ફેરફાર

Tags :
Advertisement

.