IPL 2024 : ટ્રોલર્સના નિશાના પર હાર્દિક પંડ્યા, સપોર્ટમાં આવ્યા Sonu Sood
Sonu Sood Support Hardik Pandya : IPL 2024 ની પ્રથમ બે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા (Rohit Sharma) ને કેપ્ટનશીપમાંથી નિકાળીને હાર્દિકને કેપ્ટનશીપ આપ્યા બાદથી જ ક્રિકેટ ફેન્સ (Cricket Fans) નારાજ જોવા મળ્યા હતા. તેમા પણ જ્યારે આ સીઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વિરુદ્ધ હતી, ત્યારે સ્ટોડિયમમાં હાર્દિક પંડ્યાને લઇને દર્શકોમાં નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા (Social Media) ના લગભગ તમામ પ્લેટફોર્મ પર પંડ્યાની ટ્રોલિંગ (Trolling) થઇ રહી છે. ત્યારબાદ બોલિવૂડ અભિનેતા સોનુ સુદ (Sonu Sood) હાર્દિક પંડ્યાના સપોર્ટમાં આવ્યા છે.
હાર્દિક પંડ્યાના સપોર્ટમાં આવ્યા Sonu Sood
બોલિવૂડ અભિનેતા સોનું સુદ (Sonu Sood) માત્ર પોતાની એક્ટિંગના જ કારણે નહીં પણ પોતાના સત્કર્મોના કારણે વધુ જાણીતો થયો છે. જેમ કે કોરોના સમયગાળામાં તેણે ઘણા લોકોની મદદ કરી હતી. આ કામ કરીને તેણે સોશિયલ મીડિયામાં ખૂબ વાહવાહી મેળવી હતી. તે હર હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ખાસ કરીને જો સોશિયલ મીડિયાની વાત હોય તો તે તેમા ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ સોનુએ તેના એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સોનુ ક્રિકેટરને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. સોનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અમારા ખેલાડીઓએ અમને ગૌરવ અપાવ્યું છે અને આપણે તેમનું સન્માન કરવું જોઈએ. આ એ જ ખેલાડીઓ છે જેમણે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. એક દિવસ તમે તેમને ટેકો આપો છો અને બીજા દિવસે તમે તેમના વિશે ખરાબ બોલો છો. આમ કરવાથી તેઓ નહીં પણ આપણે નિષ્ફળ થઇએ છીએ. હું ક્રિકેટને પ્રેમ કરું છું અને તે દરેકને પ્રેમ કરું છું જે આપણા દેશ માટે રમે છે.
સ્ટિવ સ્મિથે આપી આ સલાહ
કેપ ટાઉનમાં 2018ના બોલ-ટેમ્પરિંગ કૌભાંડમાં તેની ભૂમિકા માટે વિશ્વભરના પ્રશંસકો તરફથી દુર્વ્યવહારનો સામનો કરનાર સ્મિથે કહ્યું કે, 'હું ફક્ત એટલું જ કહીશ કે તેના પર ધ્યાન ન આપો, આ બધું અપ્રાસંગિક છે. તેણે કહ્યું, બહારના કોઈને ખબર નથી કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો. કોઇ પણ તે (બહારની વ્યક્તિ) ડ્રેસિંગ રૂમમાં નથી. ઉલ્લેખનીય છે કે, આ સિઝનની શરૂઆત પહેલા, પાંચ વખતના IPL વિજેતા કેપ્ટન રોહિત શર્માના સ્થાને મુંબઈની કપ્તાની સંભાળનાર હાર્દિકે તેના સુકાનીપદના કાર્યકાળની નિરાશાજનક શરૂઆત કરી હતી કારણ કે મુંબઈની ટીમ પ્રારંભિક બંને મેચ હારી ગઈ હતી. બે હાર ઉપરાંત, ગુજરાત ટાઇટન્સના ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિકને મુંબઈની પહેલી બે મેચના આયોજન સ્થળ અમદાવાદ અને હૈદરાબાદમાં ચાહકો દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ રોહિતને કપ્તાનીમાંથી જે રીતે દૂર કરવામાં આવ્યા હતા તેનાથી તેઓ સ્પષ્ટ રીતે નાખુશ હતા.
આ પણ વાંચો - IPL ની શરૂઆતની બંને મેચમાં હાર્યા બાદ પણ હાર્દિક પંડ્યા ન સુધર્યો, મેદાનમાં મલિંગાને માર્યો ધક્કો…! જુઓ Video
આ પણ વાંચો - SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન