પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસનો ધમધમાટ! Gandhinagar પોલીસની 6 ટીમ ઓફિસમાં ત્રાટકી
- પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા કેસમાં મોટા સમાચાર (Gandhinagar)
- ગુજરાત મેરી ટાઈમબોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસનાં ધામા
- બંદરો અંગેની માહિતી લીક કરવાના કેસમાં કાર્યવાહી
- ગાંધીનગર પોલીસની 6 ટીમ ત્રાટકી, ડેટા-દસ્તાવેજની તપાસ
Gandhinagar : પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગાંધીનગર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાત મેરી ટાઈમબોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસની ટીમે દરોડા પાડ્યા છે. બંદરો અંગેની માહિતી લીક કરવાના કેસમાં તપાસની આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં NDDB ભવનનો શિલાન્યાસ કર્યો
ગુજરાત મેરી ટાઈમબોર્ડની ઓફિસમાં દરોડા
ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) પત્રકાર મહેશ લાંગા (journalist Mahesh Langa Case) સાથે સંકળાયેલા એક કેસમાં દરોડા પાડ્યાની કાર્યવાહી કરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ગાંધીનગર પોલીસની 6 જેટલી ટીમ ગુજરાત મેરી ટાઈમબોર્ડની (GMB) ઓફિસ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ એવું જાણવા મળ્યું છે કે ગાંધીનગર પોલીસ દ્વારા આ કાર્યવાહી બંદરો અંગેની માહિતી લીક કરવાના કેસ હેઠળ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં એક-બે ફરિયાદ પણ દાખલ થઈ શકે છે.
આ પણ વાંચો - Gujarat : ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ‘પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’
પત્રકાર વિરુદ્ધ 200 કરોડના GST કૌભાંડનો આરોપ
સૂત્રો મુજબ, પત્રકાર મહેશ લાંગાએ (journalist Mahesh Langa Case) કેટલાક સિનિયર અધિકારીઓ સાથે વાતચીત કરી હોવાનું અને આ તપાસમાં ED અને આવકવેરાની ટીમ પણ સામેલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઓફિસમાં કોમ્પ્યુટરનાં ડેટા, દસ્તાવેજ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ બોગસ કંપનીઓ બનાવીને નકલી GST બિલિંગ થકી રૂ. 200 કરોડની ચોરી કરી હોવાનો આરોપ છે.
આ પણ વાંચો - Gujarat: ખેડૂતો માટે આવ્યાં રાહતના સમાચાર, 24 કલાક બાદ વાતાવરણ સૂકું બનશે