Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indonesia: રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું

Indonesia: ઘણા દેશોમાં જ્વામુખી ફાટવાની ઘટનાઓ બની રહી છે. જેનાથી ત્સુનામી આવવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. ત્યારે ઈન્ડોનેશિયામાં ફરી એકવાર જ્વાળામુખી ફાટી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે રુઆંગમાં જ્વાળામુખી સક્રિય દેખાયો છે, જેના કારણે વહીવટીતંત્ર ચિંતિત છે. આ દરમિયાન...
indonesia  રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય  સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું

Indonesia: ઘણા દેશોમાં જ્વામુખી ફાટવાની ઘટનાઓ બની રહી છે. જેનાથી ત્સુનામી આવવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. ત્યારે ઈન્ડોનેશિયામાં ફરી એકવાર જ્વાળામુખી ફાટી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે રુઆંગમાં જ્વાળામુખી સક્રિય દેખાયો છે, જેના કારણે વહીવટીતંત્ર ચિંતિત છે. આ દરમિયાન લોકોના જીવ જોખમમાં છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં અહીં જ્વાળામુખીમાં પાંચ વિસ્ફોટ થયા છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બુધવારે અહીં સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

Advertisement

આ વિસ્તારમાં સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું

જ્વાળામુખી સક્રીય થતાની સાથે અનેક ગતિવિધિયોને લઈને તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં ઇન્ડોનેશિયા (Indonesia)ના ઉત્તરી સુલાવેસી પ્રાંતના રુઆંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્વાળામુખીના કારણે છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં લાવા અને રાખના વાદળો છે.

Advertisement

11 હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના

ઇન્ડોનેશિયાના અધિકારીઓ આ રૂઆંગ જ્વાળામુખી ફાટવાથી મોટા ભાગમાં રાખ ફેલાઈ શકે અને બુધવારે સુનામી એલર્ટ જાહેર કર્યું હતું. અધિકારીઓએ 11 હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના આપી છે. ઇન્ડોનેશિયા જ્વાળામુખી અને જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશન સેન્ટરે જણાવ્યું હતું કે સુલાવેસી ટાપુની ઉત્તરે સ્થિત જ્વાળામુખીમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા પાંચ મોટા વિસ્ફોટ થયા છે.

Advertisement

અત્યાર સુધીમાં 800 લોકોએ ઘર છોડી દીધું

અધિકારીઓએ પોતાના જ્વાળામુખી અલર્ટનું સ્તર વધારી દીધું છે. બુધવાર સુધીમાં લગભગ 800 રહેવાસીઓએ વિસ્તાર છોડી દીધો હતો. ઈન્ડોનેશિયામાં 120 સક્રિય જ્વાળામુખી છે. અધિકારીઓએ પ્રવાસીઓ અને અન્ય લોકોને રુઆંગ જ્વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવા વિનંતી કરી. અધિકારીઓ ચિંતિત છે કે જ્વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પડી શકે છે અને સુનામીને ઉત્તેજિત કરી શકે છે, જેમ કે 1871ના વિસ્ફોટમાં થયું હતું.

આ પણ વાંચો: UAE બાદ OMAN અને પાકિસ્તાનમાં ‘વરસાદી આફત’, 82 લોકોના મોત

આ પણ વાંચો: ELON MUSK ને મોટો ફટકો, પાકિસ્તાને X પર મૂક્યો પ્રતિબંધ,જાણો કારણ

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ દુબઈમાં કુદરતનો કહેર, રેગિસ્તાન બન્યું દરિયા સમાન, જુઓ Video

Tags :
Advertisement

.