Bangladesh માં જેલમાંથી ભાગ્યા આતંકી..ભારત એલર્ટ...
- બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર
- પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા
- તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક
Bangladesh : બાંગ્લાદેશ (Bangladesh) માં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે. બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. બીએસએફે તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે
ડીજીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
એક અધિકારીએ જણાવ્યું કે BSFએ 4,096 કિલોમીટર લાંબી સરહદ પર સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે. BSFના મહાનિર્દેશક દલજીત સિંહ ચૌધરી અને તેમની સાથે અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભારત-બાંગ્લાદેશ સરહદ સુરક્ષાની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી. ડીજીએ ઉત્તર 24 પરગણા જિલ્લાની સરહદની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો----Bangladesh : શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું? પુત્રએ કર્યો ખુલાસો
PM Modi chairs Cabinet Committee on Security meeting, briefed on Bangladesh situation
Read @ANI Story | https://t.co/naRZ4Rs9Jm#Bangladesh #Unrest #PMModi pic.twitter.com/9bWGxIkOwg
— ANI Digital (@ani_digital) August 5, 2024
ઘુસણખોરીનો પ્રયાસ
તાજેતરમાં, 10-15 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી નજીક ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આવા તમામ સંવેદનશીલ પ્રવેશ બિંદુઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે અને ત્યાં વિશેષ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ તરફથી, નાદિયા જિલ્લાના માલુપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં ઘૂસણખોરીના પ્રયાસની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લાની સાસની બોર્ડર ચોકીના વિસ્તારો પણ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. બીએસએફએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો છે.
ઇસ્લામિક આતંકવાદીઓ તરફથી ખતરો
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમના ઘણા સભ્યો જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેઓ ભારતમાં પ્રવેશે તેવી શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે. અનેક પ્રસંગોએ, ભારતમાં સુરક્ષા એજન્સીઓએ પશ્ચિમ બંગાળ અને આસામમાંથી આ સંગઠનોના સભ્યોની ધરપકડ કરી છે. એવી આશંકા છે કે આ આતંકવાદી સંગઠનોના સભ્યો ભારતમાં ઘૂસણખોરી કરવા માટે વર્તમાન અશાંતિનો ફાયદો ઉઠાવી શકે છે.
આ સરહદી રાજ્યોમાં સાવધાની
ભારત અને બાંગ્લાદેશ 4,096 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે, જેમાં આસામમાં 262 કિલોમીટર, ત્રિપુરામાં 856, મિઝોરમમાં 318, મેઘાલયમાં 443 અને પશ્ચિમ બંગાળમાં 2,217 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ રાજ્ય સરકારોને એલર્ટ પણ મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો----Bangladesh માં બદલાયેલી પરિસ્થિતિની ભારત પર શું અસર પડી શકે છે?