Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hina Rabbani ભારત પર ખુશ, કહ્યું..આ સ્માર્ટ પગલું...

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદ પહોંચશે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તેને ભારતની સ્માર્ટ પહેલ ગણાવી Hina Rabbani Khar : ભારતના વિદેશ મંત્રી એસ...
hina rabbani ભારત પર ખુશ  કહ્યું  આ સ્માર્ટ પગલું
  • ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે
  • તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદ પહોંચશે
  • પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તેને ભારતની સ્માર્ટ પહેલ ગણાવી

Hina Rabbani Khar : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે છે. તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આજે ઈસ્લામાબાદ પહોંચશે. લગભગ 10 વર્ષ પછી કોઈપણ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાન મુલાકાત થઈ રહી છે. જોકે, તેમની મુલાકાત દ્વિપક્ષીય નથી. આ મુલાકાતથી પ્રોત્સાહિત થઈને પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે (Hina Rabbani Khar)પણ તેને ભારતની સ્માર્ટ પહેલ ગણાવી છે.

Advertisement

જયશંકરની વિદેશ નીતિ પર ઊંડી પકડ

જો કે, પાકિસ્તાને આ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ, મોદી સરકારે જયશંકરને મોકલવાનો નિર્ણય કર્યો. વાસ્તવમાં, જયશંકરની વિદેશ નીતિ પર ઊંડી પકડ છે અને તેમણે અનેક આંતરરાષ્ટ્રીય મંચોમાં પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરની નિખાલસતા અને પ્રામાણિકતા માટે દુનિયા પાગલ છે. આ માટે તેcને સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ મળી છે.

જયશંકરને મોકલવાનો ભારતનો નિર્ણય યોગ્ય છેઃ હિના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું કે, ભારતે કોઈ નોકરશાહને મોકલવાના બદલે જયશંકરને મોકલવાનો નિર્ણય કરીને એક સ્માર્ટ પહેલ કરી છે. ભારત સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધો સામાન્ય સ્તરે નથી. તે પણ એવા સમયે જ્યારે બંને દેશો પાસે એકબીજાના હાઈ કમિશનર પણ નથી. આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે. અગાઉ એક ન્યૂઝ ચેનલમાં તેણે જયશંકરનું ખુલ્લા દિલથી સ્વાગત કરવાની વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે આ મુલાકાત ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સુધારાની શરૂઆત કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો---હવે લોરેન્સ બિશ્નોઇની Canada Controversy માં એન્ટ્રી...

ભારત-પાકિસ્તાનના સંબંધો લાંબા સમયથી ખરાબ

આ વખતે SCOની વાર્ષિક બેઠક 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છે. તેના સભ્ય હોવાને કારણે, ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરી રહ્યા છે. આ પ્રવાસથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરશે તેવી આશા ઓછી છે, પરંતુ પાકિસ્તાનમાં અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમયથી ખરાબ છે

Advertisement

હું ભારત-પાકિસ્તાનના સંબંધો પર ચર્ચા કરવાનો નથી

જયશંકરે પોતાની પાકિસ્તાન મુલાકાત વિશે પહેલા જ કહ્યું હતું કે આ મુલાકાત પ્રાદેશિક સમિટ માટે છે. હું ભારત-પાકિસ્તાનના સંબંધો પર ચર્ચા કરવાનો નથી. હું SCO ના સારા સભ્ય તરીકે જઇ રહ્યો છું. જયશંકરની આ નિખાલસતા રાજદ્વારી જગતમાં દરેકને પસંદ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ જયશંકરની મુલાકાતને લઈને કહ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતની હાલ કોઈ યોજના નથી.

કેટલાક માને છે કે સંબંધો સુધારવાની આ એક મોટી તક છે.

પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર અજય બિસારિયાએ હોંગકોંગ સ્થિત સરકારી અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું હતું કે જયશંકરની પાકિસ્તાનની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની એક મહત્વપૂર્ણ તક છે. મંત્રી મોકલવાનો નિર્ણય કરીને ભારતે સંદેશ આપ્યો છે કે તે તેના પાડોશી સાથેના સંબંધોમાં સ્થિરતા ઈચ્છે છે. બંને દેશો પોતપોતાના ઉચ્ચાયુક્તોને મોકલીને સંબંધોની શરૂઆત કરી શકે છે.

આ પણ વાંચો---SCO Summit માટે જયશંકરની આજે પાકિસ્તાનમાં ધમાકેદાર એન્ટ્રી...

Tags :
Advertisement

.