Vande Bharat : અમદાવાદ-મુંબઈ રૂટ પર શરુ થશે ત્રીજી વંદે ભારત ટ્રેન
Vande Bharat : અમદાવાદ-મુંબઈ રૂટ પર દેશની સૌથી ઝડપી દોડનારી નવી વંદે ભારત (Vande Bharat) ટ્રેન પ્રથમ જોવા મળી શકે છે કારણે આ વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ ત્રીજી વંદે ભારત ટ્રેન 160ની સ્પીડે દોડશે. આ ટ્રેનનું અંતિમ ટ્રાયલ પૂર્ણ થયું છે.
નવી વંદે ભારત ટ્રેનમાં અનેક નવા ફેરફારો
સુત્રોએ કહ્યું કે નવી વંદે ભારત ટ્રેન સ્પીડ, મુસાફરોની સુવિધાઓ અને સલામતી સુવિધાઓના સંદર્ભમાં અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં વધુ સારી હશે. નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા સહિત અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી હાલની વંદે ભારત ટ્રેનોની તુલનામાં આ નવી વંદે ભારત ટ્રેનમાં અનેક નવા ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી વંદે ભારતની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડ
હાલની જો વાત કરીએ તો અમદાવાદ-મુંબઈ રૂટ પર બે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે જે 130ની સ્પીડે દોડે છે જે પ્રારંભના સ્ટેશનથી અંતિમ સ્ટેશને પહોંચવામાં 5 કલાક 25 કલાકનો સમય લે છે. નવી વંદે ભારતની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડશે જે મુસાફરીના સમયમાં ૪૫ મિનિટનો ઘટાડો કરશે.
મુસાફરોનો 45 મિનિટ જેટલો સમયમાં બચાવ થશે
અમદાવાદ-મુંબઈના રૂટ પર નવી વંદે ભારત ટ્રેન દોડશે તો મુસાફરોનો 45 મિનિટ જેટલો સમયમાં બચાવ થશે. હાલમાં આ રૂટ પર મુસાફરી કરવામાં અંદાજે 5 કલાક અને 25 મિનિટનો સમય લાગી રહ્યો છે. આ અંગે અમદાવાદ- મુંબઈ વચ્ચેના ટ્રેકની પણ કામગીરી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ ટ્રેનની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો------Vacancy : રેલવેમાં નોકરી માટે ઉતાવળ કરજો….આ છેલ્લી તારીખ !
આ પણ વાંચો-----Ashwini Vaishnav EXCLUSIVE : કેન્દ્રીય રેલવેમંત્રીની Gujarat First સાથે ખાસ વાતચીત, PM મોદી અને ભારતીય રેલવે અંગે કહી આ વાત