ICC Rankings માં ભારતીય યુવા ખેલાડીઓની બોલબાલા...
- ICC રેન્કિંગમાં ભારતીય યુવા ખેલાડીનો દબદબો
- તિલક વર્માને ICC રેન્કિંગમાં જોરદાર ફાયદો કર્યો
- બાબર અને રિઝવાનને પાછળ છોડી દીધા
Tilak Varma:તિલક વર્મા(Tilak Varma)એ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 4 મેચની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એક પછી એક બે સદી ફટકારી હતી. હવે તેણે ICC રેન્કિંગમાં જોરદાર ફાયદો કર્યો છે. તિલકે ICC T20 Rankings માં બાબર અને રિઝવાનને પાછળ છોડી દીધા છે. ICCની નવી રેન્કિંગમાં તે નંબર 3 પર પહોંચી ગયો છે. આ પહેલા તે 72માં સ્થાને હતો. તિલક વર્માએ કુલ 69 સ્થાનનો કુલકો લગાવ્યો છે.
તિલક વર્માએ કર્યો કમાલ
તિલક લાંબા સમયથી ભારતીય ટીમમાં એન્ટ્રીની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ સખત સ્પર્ધાના કારણે તેને ભારતીય ટીમમાં તક મળી ન હતી. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને હવે તેણે નવી ICC T20 રેન્કિંગમાં અજાયબીઓ કરી છે.
Tilak Varma climbs 𝟔𝟗 spots to take the No.3 ICC T20I Ranking 🚀🥉 pic.twitter.com/ytODssZ4NT
— Sport360° (@Sport360) November 20, 2024
આ પણ વાંચો -ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી શક્ય નથી..' ICCએ પાકિસ્તાનને આપ્યો ઠપકો!
હાર્દિક પંડ્યા નંબર 1 બન્યો
હાર્દિક પંડ્યાએ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ICCએ પણ તેને ભેટ આપી છે. હાર્દિકે ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ મોટી સફળતા હાંસલ કરી છે. તે વિશ્વનો નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે આફ્રિકા સામે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
A return to No.1 for one of India's best in the latest T20I Rankings 👊https://t.co/NpVQN2k53C
— ICC (@ICC) November 20, 2024
આ પણ વાંચો -Asian Champions Trophy:ભારતીય મહિલા હૉકી ટીમની ફાઇનલમાં એન્ટ્રી
તિલક વર્માએ લગાવ્યો હનુમાન કુદકો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી T-20 સિરીઝમાં તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે સિરીઝની પ્રથમ મેચમાં 33 રન અને બીજી મેચમાં 20 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી મેચમાં આ ખેલાડીએ 107 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે ચોથી મેચમાં તેણે અણનમ 120 રન બનાવ્યા હતા. તિલકે 4 મેચમાં 260 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ વખત ICC રેન્કિંગમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તિલક વર્માએ એકસાથે 69 સ્થાનનો કુદકો લગાવ્યો છે. આ પહેલા તિલક 72માં સ્થાને હતો.