India: 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના MLAની સંપત્તિ, શિક્ષણ અંગે જાણો માહિતી
- ગુજરાતના 21 ટકા સહિત દેશના 45 ટકા MLA સામે કેસ
- ગુજરાતના 180 ધારાસભ્યોની સંપત્તિ કુલ 3 હજાર 9 કરોડ
- 28 રાજ્ય, 3 કેન્દ્રશાસિત પ્રદેશના 4092 MLAનો રિપોર્ટ
ગુજરાતના 21 ટકા સહિત દેશના 45 ટકા MLA સામે કેસ છે. જેમાં ગુજરાતના 180 ધારાસભ્યોની સંપત્તિ કુલ 3 હજાર 9 કરોડ છે. તેમજ 28 રાજ્ય, 3 કેન્દ્રશાસિત પ્રદેશના 4092 MLAનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દેશના 4092 ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ.73,348 કરોડ છે. ત્યારે નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલયના બજેટ કરતાય વધુ સંપત્તિ જોવા મળી છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ કર્ણાટકના 223 ધારાસભ્યની 14,179 કરોડ સંપત્તિ સામે આવી છે. ચૂંટાયા બાદ 63 ધારાસભ્ય પક્ષપલટો કે સસ્પેન્ડ કરાયા છે. જેમાં દેશના કુલ 1861 ધારાસભ્ય સામે નોંધાયેલા ગુનાઓ છે. તેમાં 1205 ધારાસભ્ય સામે મહિલા અત્યાચાર સહિતના ગુના નોંધાયા છે. તથા સૌથી વધુ આંધ્રમાં 174 પૈકી 138 MLA સામે આપરાધિક કેસ છે. જેમાં કેરળમાં 93, તેલંગાણામાં 82, બિહારમાં 158 MLA પર કેસ છે. મહારાષ્ટ્રમાં 187, તમિલનાડુમાં 132 MLA સામે ગુના છે. તથા ભાજપના 1653 પૈકી 638 ધારાસભ્ય સામે આપરાધિક કેસ છે. કોંગ્રેસના 646 પૈકી 339, TDPના 115 MLA સામે ગુના છે. ભાજપના 436, કોંગ્રેસના 194 MLA સામે ગંભીર ગુનાઓ છે.
54 MLA સામે હત્યા, 226 સામે હત્યાના પ્રયાસના કેસ
54 MLA સામે હત્યા, 226 સામે હત્યાના પ્રયાસના કેસ છે. તેમજ 127 MLA સામે મહિલા અત્યાચારના ગુના નોંધાયેલા છે. દેશમાં કુલ 13 MLA સામે બળાત્કારના ગુના નોંધાયેલા છે. ગુજરાતમાં 180 પૈકી 37 ધારાસભ્ય સામે ગુના નોંધાયેલા છે. તથા ગુજરાતના 37 પૈકી 26 ધારાસભ્ય સામે ગંભીર ગુનાઓ છે. દેશના તમામ ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.17.92 કરોડ છે. જેમાં ગુનાઈત ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ.20.97 કરોડ છે. દેશના કુલ 4092 ધારાસભ્યો પૈકી 119 અબજોપતિ છે.
સૌથી વધુ આંધ્રમાં 27, કર્ણાટકમાં 31 ધારાસભ્ય અબજપતિ
સૌથી વધુ આંધ્રમાં 27, કર્ણાટકમાં 31 ધારાસભ્ય અબજપતિ છે. તેમજ 1 હજાર કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યની સંખ્યા 4 છે. ત્યારે ગુજરાતના 180 પૈકી 3 ટકા એટલે કે 5 ધારાસભ્ય અબજપતિ છે. દેશમાં કુલ 12 ધારાસભ્યની સંપત્તિ 1 લાખ કરતાં ઓછી છે. કુલ 2227 ધારાસભ્યોની સંપત્તિ રૂ.1 કરોડથી 10 કરોડની વચ્ચે છે. તથા ભાજપના 1653 ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ.26,270 કરોડ છે. કોંગ્રેસના 646 ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ.17,357 કરોડ છે. દેશમાં 5 ધારાસભ્ય અભણ તથા 37 ધારાસભ્ય ધોરણ-5 સુધીનો અભ્યાસ કરેલો છે. 174 ધારાસભ્ય ધો-8 અને 434 ધારાસભ્ય ધો-10 ભણેલા છે. 653 ધારાસભ્ય ધો-12 અને 1014 ધારાસભ્ય ગ્રેજ્યુએટ છે. તેમજ દેશમાં 131 ધારાસભ્ય ડોક્ટરેટ, 94 ડિપ્લોમા કરેલા છે.
આ પણ વાંચો: Medicine Side Effect: ટાલ પડવાની સારવાર માટે 'ચમત્કારિક કેમ્પ' થી લોકો હોસ્પિટલ પહોંચ્યા