Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day 2024 : 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' નાં આધારે વિકાસનું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરાયું : CM

નડિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું PM નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ગુજરાત અને દેશ વિકાસનાં માર્ગે : CM PM મોદીના સંકલ્પોને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રસર રહેવા માટે પ્રતિબદ્ધ છે : CM આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની (Independence Day 2024) ઉમળકાભેર...
independence day 2024    અર્નિંગ વેલ  લિવિંગ વેલ  નાં આધારે વિકાસનું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરાયું   cm
  1. નડિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું
  2. PM નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ગુજરાત અને દેશ વિકાસનાં માર્ગે : CM
  3. PM મોદીના સંકલ્પોને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રસર રહેવા માટે પ્રતિબદ્ધ છે : CM

આજે ગુજરાતભરમાં સ્વતંત્રતા દિવસની (Independence Day 2024) ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી છે. વિવિધ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમનું (Flag Hoisting Ceremony) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad) તાલુકામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો ફરકાવીને નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવી અપીલ પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - 15 August 2024 : રાજ્યભરમાં ધ્વજવંદન કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, શક્તિસિંહ ફરકાવશે તિરંગો

Advertisement

નડિયાદમાં CM ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો

ખેડા (Kheda) જિલ્લાનાં નડિયાદ (Nadiad) તાલુકામાં એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તિરંગો ફરકારવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan), MLA પંકજ દેસાઈ (Pankaj Desai), ખેડા સાંસદ જિલ્લાનાં ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - PM મોદી આવતા મહિને જઈ શકે છે New York, આ કોન્ફરન્સમાં આપી શકે છે ઉપસ્થિતિ...

Advertisement

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્ય પાર પાડવો જરૂરી : CM

મુખ્ચમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવતા પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Patel) નેતૃત્ત્વમાં ગુજરાત અને દેશ વિકાસનાં માર્ગે સતત આગળ વધી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ તરીકે ખ્યાતિ પામ્યું છે. ગુજરાતમાં (Gujarat) લોકોને વિશ્વાસ છે એટલે ગુજરાતમાં રોકાણ વધ્યું છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પોને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રસર રહેવા માટે પ્રતિબદ્ધ છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્ય પાર પાડવા માટે સુદ્રઢ રોડ મેપ તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં ગુજરાતનાં વિકાસનું દિશાદર્શન કરાવતો વિઝનરી ડોક્યુમેન્ટ 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' (Earning Well, Living Well) ના મુખ્ય આધાર પર તૈયાર કરાયો છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ, વાઇબ્રન્ટ ગુજરાત, ઔધોગિક વિકાસ, કૃષિ વિકાસ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રે થયેલા વિકાસ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

આ પણ વાંચો - VADODARA : ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી

Tags :
Advertisement

.