ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs SA T20: ભારતીય ટીમના નવા કોચ, નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે...

IND vs SA :ભારતીય ટીમ ડરબનમાં 8 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર તેની પ્રથમ T20 મેચ રમશે. આ પછી ટીમો 10 નવેમ્બરે યોજાનારી બીજી T20 મેચ માટે ગાકેબર્હા જશે
10:45 AM Nov 05, 2024 IST | Hiren Dave
team india squad

IND vs SA T20:ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ સાથે હાર્યા બાદ ભારતીય ટીમ હવે તેના આગામી મિશન માટે તૈયાર છે. હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જ્યાં 4 મેચની T20 શ્રેણી રમાશે. સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav)આ શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.

 

સૂર્યાને T20 ફોર્મેટનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો

સૂર્યાને T20 ફોર્મેટનો (IND vs SA T20)કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ગૌતમ ગંભીરના સ્થાને VVS લક્ષ્મણ આ T20 શ્રેણીમાં કોચિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે. તેનું કારણ એ છે કે ગંભીર ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત હતો. હવે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

આ પણ  વાંચો -Happy Birthday Virat:કિંગ કોહલી થયો 36 વર્ષનો.. જુઓ 36 તસવીરોમાં 36 રેકોર્ડ

આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું

ભારતીય ટીમ ડરબનમાં 8 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર તેની પ્રથમ T20 મેચ રમશે. આ પછી ટીમો 10 નવેમ્બરે યોજાનારી બીજી T20 મેચ માટે ગાકેબર્હા જશે. ત્યારબાદ બાકીની બે મેચ સેન્ચુરિયન (13 નવેમ્બર) અને જોહાનિસબર્ગ (15 નવેમ્બર)માં રમાશે. આ T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન રમનદીપ સિંહ અને ઝડપી બોલર વિજયકુમાર વૈશાકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને ખેલાડીઓને પહેલીવાર સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, ઝડપી બોલર મયંક યાદવ અને ઓલરાઉન્ડર શિવમ દુબે ઈજાના કારણે ટીમનો ભાગ નથી. ઓલરાઉન્ડર રિયાન પરાગ પણ પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

આ પણ  વાંચો -PAK vs AUS : MCG પર સ્ટાર્કનું રાજ! ઓસ્ટ્રેલિયાના આ બોલરનો તોડ્યો રેકોર્ડ

ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વાઘેલા. , અવેશ ખાન અને યશ દયાલ.

આ પણ  વાંચો -India vs Australia: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, સિનિયરો પર લટકતી તલવાર

દક્ષિણ આફ્રિકાની ટીમ

એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રિયાન સિમેલો રિકેલન, લુઆન રિકેલટન સિપામલા અને ટ્રિસ્ટન સ્ટબ્સ.

ભારતના દક્ષિણ આફ્રિકા સામે મેચ શિડ્યુલ

Tags :
Abhishek SharmaArshdeep SinghAvesh KhanAxar PatelHardik PandyaIND vs SAind vs sa t20 series scheduleIndia tour of South Africaindia vs south africa t20 series scheduleJitesh SharmaMayank YadavRamandeep SinghRavi Bishnoirinku singhSanju SamsonSuryakumar YadavTeam India Squadteam india squad for sa seriesTeam India Squad For South Africa T20 SeriesTilak VarmaVarun ChakaravarthyVijaykumar VyshakYash Dayal
Next Article