IND vs SA 1st T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ વરસાદને ભેટ ચઢી
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાવાની હતી પણ તે સમયસર શરૂ થઇ શકી નહીં. બંને દેશ વચ્ચેની પ્રથમ T20 મેચને લઈને દરેક લોકો ઉત્સાહિત અને ખુશ હતા પરંતુ વરસાદે બધું નિરાશામાં ફેરવી દીધું. ડરબનમાં ટોસની થોડી મિનિટો પહેલા વરસાદ શરૂ થયો હતો, જે અટક્યો ન હતો. વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો. લાંબી રાહ જોયા બાદ આખરે મેચ રદ્દ કરવામાં આવી હતી.
વરસાદના કારણે મેચ ધોવાઈ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદ પછી, અમ્પાયરે બે કલાક સુધી રાહ જોઈ પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને આખરે મેચ રદ જાહેર કરવામાં આવી. ચાહકો માટે આ સારા સમાચાર ન હતા. વરસાદના કારણે T20 શ્રેણીની શરૂઆત ખરાબ રહી હતી. જણાવી દઇએ કે, બંને ટીમો વચ્ચે 3 T20 મેચોની સીરીઝ રમાવાની છે. હવે સીરીઝની બીજી મેચ ગકેબેરહામાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન એડન માર્કરામને સોંપવામાં આવી છે.
T20 સીરીઝમાં ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં
જણાવી દઈએ કે, આ T20 સીરીઝમાં ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરની 5 મેચની હોમ T20 શ્રેણીમાં પણ કેપ્ટનશીપ સંભાળી હતી. આ સીરીઝમાં ભારતીય ટીમે 4-1થી જોરદાર જીત મેળવી હતી. મેચમાં ઓવરનો કટ ઓફ સમય રાત્રે 8.10 વાગ્યાનો હતો. આ પછી સમય પસાર થયો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મેચ રદ્દ થવાની શક્યતાઓ પણ વધી ગઈ. લગભગ 2 કલાક પછી, અટકળો શરૂ થઈ કે મેચ રદ થઈ જશે.
ડરબનના કિંગ્સમીડમાં ભારતનું પ્રદર્શન રહ્યું છે સારું
ભારતીય ટીમે ડરબનના કિંગ્સમીડ ખાતે અત્યાર સુધીમાં 5 T20 મેચ રમી છે, જેમાં તેણે 3 જીતી છે અને એક મેચ ટાઈ રહી છે. આ મેદાન પર ભારતની એક T20 મેચ પણ અનિર્ણિત રહી છે. વર્તમાન મેચ પહેલા, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર માત્ર એક જ મેચ (2007 T20 વર્લ્ડ કપ) રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા 37 રને જીતી હતી.
આ પણ વાંચો - IND vs SA T20: આજે ટી20 શ્રેણીની પ્રથમ મેચ, જાણો ક્યાં અને કયારે શરૂ થશે મેચ
આ પણ વાંચો - Women’s IPL : વૃંદા દિનેશ અને અનાબેલ સધરલેન્ડ..મહિલા ક્રિકેટના ધમાકેદાર ખેલાડી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ