IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો!
- હોંગકોંગમાં ભારત અને પાકિસ્તાન મહા મુકાબલો
- ભારતીય ટીમ 7 રનથી મેચ જીતવામાં સફળ રહી
- ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 3 નવેમ્બરે રમાશે
IND vs PAK:ભારત અને પાકિસ્તાન(IND vs PAK) વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. બંને ટીમના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ 1 નવેમ્બરે રમાશે.દિવાળીની ઉજવણી વચ્ચે આ શાનદાર મેચને લઈને બહુ ચર્ચા થઈ રહી નથી. આ જ કારણ છે કે ઘણા ચાહકો આ મેચ વિશે વધુ જાણતા નથી. તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મેચ રમાઈ હતી. આ મેચમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ અંતે ભારતીય ટીમ 7 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થવા જઈ રહ્યો છે.
ભારતીય- પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
ટૂર્નામેન્ટ 1 નવેમ્બરથી લાંબા સમય પછી હોંગકોંગ(Hong Kong Sixes 2024)માં પરત ફરી રહી છે. હોંગકોંગ સિક્સર્સ ટૂર્નામેન્ટ 7 વર્ષ બાદ વાપસી કરી રહી છે જેમાં 12 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. રોબિન ઉથપ્પાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાનની ટીમ સાથે થશે. સાથે જ પાકિસ્તાન ટીમની કમાન ફહીમ અશરફના હાથમાં રહેશે. આ ટુર્નામેન્ટનું આયોજન 1 થી 3 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે જેમાં 12 ટીમો ખિતાબ માટે સ્પર્ધા કરશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 3 નવેમ્બરે રમાશે.
આ પણ વાંચો - IPL 2025 :આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સની કરશે કેપ્ટનશીપ,ટીમે કર્યો મોટો ખુલાસો
આ ટુર્નામેન્ટની તારીખ અને સમય
- ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 નવેમ્બરે રમાનારી આ શાનદાર મેચ ભારતીય સમય અનુસાર સવારે 11:30 વાગ્યે શરૂ થશે.
- સ્થળ: ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ (મિશન રોડ ગ્રાઉન્ડ), હોંગકોંગ
- તમે ક્યાં જોઈ શકશો: ચાહકો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોઈ શકશે.
- લાઈવ સ્ટ્રીમિંગઃ ભારત-પાકિસ્તાન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં ફેનકોડ એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે
આ પણ વાંચો - પાકિસ્તાન ક્રિકેટમાં વધુ એક ડખો! અચાનક કોચ Gary Kirsten ને રાજીનામું આપતા PCB નારાજ
હોંગકોંગ ક્રિકેટ સિક્સર્સ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ
રોબિન ઉથપ્પા (કેપ્ટન), ભરત ચિપલી, કેદાર જાધવ, મનોજ તિવારી, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સ્ટુઅર્ટ બિન્ની.
હોંગકોંગ ક્રિકેટ સિક્સ માટે પાકિસ્તાનની ટીમ
ફહીમ અશરફ (કેપ્ટન), અમીર યામીન, આસિફ અલી, દાનિશ અઝીઝ, હુસૈન તલત, મુહમ્મદ અખલાક અને શહાબ ખાન.