Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs NZ : મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, ODIમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ, રેકોર્ડ્સની લગાવી દીધી લાઈન

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ખતરનાક બોલિંગ કરી અને બુધવારે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં સાત વિકેટ લીધી. શમીએ આ દરમિયાન વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી...
ind vs nz   મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ  odiમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ  રેકોર્ડ્સની લગાવી દીધી લાઈન

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ખતરનાક બોલિંગ કરી અને બુધવારે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં સાત વિકેટ લીધી. શમીએ આ દરમિયાન વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ આંકડો પહોંચનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ સિવાય શમીએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક, આશિષ નેહરા, ઝહીર ખાન અને સ્ટુઅર્ટ બિન્નીના રેકોર્ડ પણ તોડ્યા છે.

Advertisement

સેમીફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. આ પછી મોહમ્મદ શમીએ શરૂઆતની ઓવરોમાં શાનદાર બોલિંગ કરી અને બે વિકેટ ઝડપી. તેણે અનુક્રમે છઠ્ઠી અને આઠમી ઓવરમાં ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રને આઉટ કર્યા. આ પછી 33મી ઓવરમાં કેન વિલિયમસન અને ટોમ લાથમને વિકેટ લીધી હતી. તેણે વિલિયમસનને વર્લ્ડ કપમાં પોતાનો 50મો શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ શમીએ ડેરીલ મિશેલ, ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસનને આઉટ કર્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ કરીને મેચ 70 રને જીતી લીધી હતી.

Advertisement

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ખેલાડીદેશવિકેટ
ગ્લેન મેકગ્રાથઓસ્ટ્રેલિયા71
મુથૈયા મુરલીધરનશ્રીલંકા68
મિશેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા59
લસિથ મલિંગાશ્રીલંકા56
વસીમ અકરમપાકિસ્તાન55
મોહમ્મદ શમીભારત54
ટ્રેન્ટ બોલ્ટન્યૂઝીલેન્ડ53

Advertisement

શમીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો

મોહમ્મદ શમી ભારત માટે વનડેમાં સાત વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તેણે સ્ટુઅર્ટ બિન્નીના ODIમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીએ 2014માં બાંગ્લાદેશ સામે મીરપુરમાં ચાર રન આપીને છ વિકેટ લીધી હતી. શમી વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર પણ બન્યો હતો. તેણે આશિષ નેહરાને પાછળ છોડી દીધો. નેહરાએ 2003માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને છ વિકેટ લીધી હતી.

ODIમાં ભારત માટે શ્રેષ્ઠ બોલર

બોલર કોની સામે વર્ષ પ્રદર્શન
મોહમ્મદ શમી ન્યુઝીલેન્ડ 2023 7/57
સ્ટુઅર્ટ બિન્ની બાંગ્લાદેશ 2014 6/4
અનિલ કુંબલે વેસ્ટ ઈન્ડિઝ 1993 6/12
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ 2022 6/19
મોહમ્મદ સિરાજ શ્રીલંકા 2023 6/21

શમીએ ઈતિહાસ રચ્યો

શમીએ આ વર્લ્ડ કપમાં ચોથી વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. વર્લ્ડ કપમાં આવું કરનાર તે પ્રથમ બોલર બન્યો છે. શમીએ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ચોથી વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. શમીએ ચાર વખત આવું કર્યું. આ મામલે તેણે મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો હતો. સ્ટાર્કે ત્રણ વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે.

મિશેલ સ્ટાર્કને છોડ્યો પાછળ

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 795 બોલ ફેંકીને 50 વિકેટ ઝડપી હતી. તે સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારો બોલર બન્યો હતો. તેણે આ મામલે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટાર્કે 941 બોલમાં 50 વિકેટ ઝડપી હતી. આ માટે લસિથ મલિંગાએ 1187 બોલ, ગ્લેન મેકગ્રાએ 1540 બોલ અને ટ્રેન્ટ બોલ્ટે 1543 બોલ ફેંક્યા હતા.

આ મામલામાં સ્ટાર્કનો રેકોર્ડ પણ તૂટ્યો

મોહમ્મદ શમીએ માત્ર 17 ઇનિંગ્સમાં 50 વિકેટ ઝડપી હતી. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં વર્લ્ડ કપની 50 વિકેટ લેનાર બોલરની બાબતમાં પણ પ્રથમ સ્થાને છે. આ મામલે તેણે મિચેલ સ્ટાર્કને પણ પાછળ છોડી દીધો હતો. સ્ટાર્કે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી. લસિથ મલિંગાએ 25, ટ્રેન્ટ બોલ્ટે 28 અને ગ્લેન મેકગ્રાએ 30 ઇનિંગ્સમાં 50 વિકેટ ઝડપી હતી.

સ્ટાર્કના આ રેકોર્ડથી ચાર પગલાં દૂર

મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં 23 વિકેટ લીધી છે. તે હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાથી માત્ર ચાર પગલાં દૂર છે. જો શમી ફાઇનલમાં ચાર વિકેટ લેશે તો તે મિચેલ સ્ટાર્કની બરાબરી કરશે અને જો તે પાંચ વિકેટ લેશે તો તે તેનાથી આગળ નીકળી જશે. સ્ટાર્કે 2019 વર્લ્ડ કપમાં 27 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપમાં એક જ ટીમ સામે ચારથી વધુ વિકેટ

મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં બીજી વખત ન્યૂઝીલેન્ડ સામે ચારથી વધુ વિકેટ લીધી છે. તેણે ધર્મશાલામાં લીગ રાઉન્ડ દરમિયાન પાંચ વિકેટ ઝડપી હતી. તે વિશ્વ કપમાં એક જ ટીમ સામે બે વખત ચાર કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બન્યો. મિચેલ સ્ટાર્કે 2015ના વર્લ્ડ કપમાં આવું કર્યું હતું. યોગાનુયોગ તેણે ન્યુઝીલેન્ડ સામે પણ આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો - IND vs NZ: વિરાટ કોહલીની 50મી ODIમાં સદી પર અનુષ્કા શર્માનું રીએક્શન

આ પણ વાંચો - World Cup 2023: ભારત 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું, ન્યુઝીલેન્ડ સામે શમીનો ધડાકો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.