Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs ENG : ભારતે ધર્મશાળા ટેસ્ટમાં મેળવી જીત, ત્રીજા દિવસે જ ઈંગ્લેન્ડને હરાવ્યું

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એક ઇનિંગ અને 64 રનના અંતરથી જીતી લીધી છે આ સાથે ભારતે આ શ્રેણી 4-1થી કબજે કરી...
03:38 PM Mar 09, 2024 IST | Hardik Shah
IND vs ENG

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એક ઇનિંગ અને 64 રનના અંતરથી જીતી લીધી છે આ સાથે ભારતે આ શ્રેણી 4-1થી કબજે કરી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે બીજી ઈનિંગ પણ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણી 4-1થી જીતી

ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ સતત 4 મેચ પોતાના નામે કરી શ્રેણીમાં શાનદાર જીત નોંધાવી છે. ભારતે સીરીઝની બાકીની 4 મેચ જીતીને ઈતિહાસ રચી દીધો. ઈંગ્લેન્ડની ટીમ બેઝબોલ પર ટેસ્ટ શ્રેણી જીતવાના ઈરાદા સાથે (તેજ ગતિએ બેટિંગ કરીને વિરોધી ટીમ પર દબાણ લાવવા) ના ઈરાદા સાથે ભારત આવી હતી, પરંતુ પ્રથમ મેચ જીત્યા બાદ ઈંગ્લિશ ટીમ વાપસી કરી શકી ન હતી. ભારતે આ સીરીઝની માત્ર એક ઇનિંગમાં એટલા રન બનાવ્યા હતા કે ઇંગ્લેન્ડની ટીમ બે ઇનિંગ્સમાં પણ આટલા રન બનાવી શકી ન હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 218 રનના સ્કોર સુધી જ સિમિત રહી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ સદીની ઈનિંગ્સ રમવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 477 રન બનાવવામાં સફળ રહી હતી અને પ્રથમ ઇનિંગના આધારે 259 રનની મોટી લીડ મેળવી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં માત્ર 195 રન પર જ સિમિત રહી ગયું હતું અને તેને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે ધર્મશાલા ટેસ્ટ જીતીને 112 વર્ષ જૂનો ઈતિહાસ બદલી નાખ્યો

ધર્મશાળા ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. 5 મેચની આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતીય ટીમે શ્રેણીમાં શાનદાર વાપસી કરી અને તેને 4-1 થી જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 112 વર્ષ બાદ આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમ 5 મેચની શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ 4-1થી શ્રેણી જીતવામાં સફળ રહી હોય. આ પહેલા ઈંગ્લેન્ડે વર્ષ 1911-12માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવી હતી.

બેટિંગ અને બોલિંગમાં ટીમ ઈન્ડિયાએ કર્યો કમાલ

આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે, કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો, કારણ કે ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. કુલદીપ યાદવે 5 અને આર અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને એક સફળતા મળી હતી. બીજી તરફ બેટિંગમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જયસ્વાલ અડધી સદી ફટકારીને આઉટ થયો, પરંતુ આ પછી રોહિત શર્માએ પોતાની સદી પૂરી કરી અને શુભમન ગિલ પણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. બાદમાં દેવદત્ત પડિકલ અને સરફરાઝ ખાને પણ અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - WPL 2024: Delhi Capitals સામે UP Warriorsની રોમાંચક જીત, દીપ્તી શર્મા અને ગ્રેસ હેરિસની શાનદાર બોલિંગ

આ પણ વાંચો - DCvsUPW 2024 : દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો, સીઝનમાં Hat-Trick લેનારી પહેલી ભારતીય બોલર બની

આ પણ વાંચો - India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર

Tags :
Ben DuckettBen FoakesBen StokesdevDutt paddikalDharamsaladhruv jurelHimachal Pradesh Cricket Association StadiumIND vs ENGIND vs Eng 5th Testind vs eng 5th test dayIND vs Eng 5th Test ScorecardIndia vs england 5th test day 3India vs England 5th Test dharmshalaindia vs england 5th test match liveIndia Vs England Liveindia vs england live cricket scoreIndia Vs England Live Scoreindia vs england test match newsjames andersonJasprit BumrahJoe RootJonny BairstowKuldeep Yadavlive cricket score india vs englandMark WoodMohammed SirajOllie PopeRavichandran AshwinRavindra Jadejarohit sharmaSarfaraz Khanshoaib bashirShubman GillTom HartleyYashasvi Jaiswalzak Crawley
Next Article