Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AUS : ફાઈનલ પહેલા ખુલાસો, આટલા રન બનાવીને ટીમ ઈન્ડિયા બની જશે ચેમ્પિયન !

ટીમ ઈન્ડિયા તેની 12 વર્ષની લાંબી રાહનો અંત લાવવાની ખૂબ જ નજીક છે. આ પ્રતીક્ષા સમાપ્ત થવામાં 40 કલાકથી પણ ઓછો સમય બાકી છે. રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં તેનો...
ind vs aus   ફાઈનલ પહેલા ખુલાસો  આટલા રન બનાવીને ટીમ ઈન્ડિયા બની જશે ચેમ્પિયન

ટીમ ઈન્ડિયા તેની 12 વર્ષની લાંબી રાહનો અંત લાવવાની ખૂબ જ નજીક છે. આ પ્રતીક્ષા સમાપ્ત થવામાં 40 કલાકથી પણ ઓછો સમય બાકી છે. રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં તેનો નિર્ણય થશે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને તેને માત્ર ઓસ્ટ્રેલિયાની અડચણોને દૂર કરવાની છે. જો કે, વિજય સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની પીચ કેવી હશે અને તેના પર કેટલો સ્કોર કરી શકાય તેના પર સૌની નજર છે.

Advertisement

વિશ્વ ક્રિકેટની સૌથી મોટી મેચ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ શુક્રવારે 17 નવેમ્બરે સ્ટેડિયમ પહોંચ્યા હતા અને પીચનું નિરીક્ષણ કર્યું હતું. હવે આ પીચ કેવી છે તે અંગે ભારે ઉત્સુકતા છે. સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, હાલમાં એ સ્પષ્ટ નથી કે ફાઈનલ માટે નવી પીચનો ઉપયોગ કરવામાં આવશે કે આ મેચ પહેલાથી જ વપરાયેલી પીચ પર રમાશે.

Advertisement

કેવી છે મોદી સ્ટેડિયમની પીચ ?

ફાઈનલ માટે પિચ તૈયાર કરવા માટે, ગ્રાઉન્ડ સ્ટાફે બીસીસીઆઈના ચીફ ક્યુરેટર આશિષ ભૌમિક અને તેમના ડેપ્યુટી તાપોશ ચેટરજીની દેખરેખ હેઠળ પીચ પર કામ કર્યું હતું. આ દરમિયાન તેમના સિવાય BCCIના જનરલ મેનેજર (ડોમેસ્ટિક ક્રિકેટ) અબે કુરુવિલા પણ હાજર હતા. આ પીચ કાળી માટીથી બનેલી છે, જે સામાન્ય રીતે ધીમી હોય છે. રિપોર્ટ અનુસાર, પિચ પર ભારે રોલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ફાઈનલના દિવસે પિચ ધીમી હોઈ શકે છે. મતલબ કે વિસ્ફોટક બેટિંગ અને રન બનાવવાની શક્યતા ઓછી છે.

Advertisement

જીતવા માટે કેટલા રનની જરૂર ?

હવે સવાલ એ છે કે આ પીચ પર પ્રથમ બેટિંગ કરતી વખતે જીતવા માટે કેટલો સ્કોર પૂરતો હશે. એક સ્થાનિક ક્યુરેટરે આનો જવાબ આપ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પીચ ક્યુરેટરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અહીં થોડો મોટો સ્કોર બનાવી શકાય છે પરંતુ સતત હિટિંગ શક્ય નથી. આ ક્યુરેટરે કહ્યું કે જો પ્રથમ બેટિંગ કરતી વખતે 315 રન બનાવવામાં આવે છે, તો તેનો બચાવ કરી શકાય છે કારણ કે પીછો કરવો બિલકુલ સરળ રહેશે નહીં.

વર્લ્ડ કપમાં કેવી હતી સ્થિતિ ?

આ ગ્રાઉન્ડ પર 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પણ આ મેદાન પર પોતાનું કૌશલ્ય દેખાડ્યું જ્યારે તેણે પાકિસ્તાનને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. આ પછી પણ મોદી સ્ટેડિયમમાં વધુ બે મેચ રમાઈ હતી, પરંતુ આમાંથી એક પણ મેચમાં 300નો સ્કોર પાર કરી શક્યો નહોતો. અહીં રમાયેલી 4 મેચોમાં સૌથી મોટો સ્કોર 286 રન હતો, જે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો અને મેચ 33 રને જીતી હતી.

આ પણ વાંચો - World Cup Final : રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ બને તેવી પ્રાર્થના : નૈના બા જાડેજા

આ પણ વાંચો - World Cup 2023 Final : વર્લ્ડકપ ફાઇનલ મેચમાં અક્ષય કુમાર,અજય દેવગણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર

આ પણ વાંચો - વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 4 ભાગમાં થશે સેરેમની, એર શોથી શરૂઆત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.