ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AUS Final : દક્ષિણ આફ્રિકાના કોચને ફાઈનલની પરવા નથી, કહ્યું- ભારત માટે ટ્રોફી જીતવાનો આ યોગ્ય સમય

પાંચમી વખત વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર્યા બાદ નિરાશ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ રોબ વોલ્ટર ફાઇનલ નહીં જુએ. આફ્રિકન ટીમને બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા પાંચમી વખત સેમિફાઈનલમાં હારી ગયું છે. તેના કોચનું માનવું છે કે...
09:25 AM Nov 18, 2023 IST | Hardik Shah

પાંચમી વખત વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર્યા બાદ નિરાશ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ રોબ વોલ્ટર ફાઇનલ નહીં જુએ. આફ્રિકન ટીમને બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા પાંચમી વખત સેમિફાઈનલમાં હારી ગયું છે. તેના કોચનું માનવું છે કે ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ ભારત માટે ટ્રોફી જીતવાનો આ યોગ્ય સમય છે.

ભારતે ચાલી રહેલા વર્લ્ડ કપમાં તેની તમામ 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે જ્યાં તેનો રવિવારે અમદાવાદમાં પાંચ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો થશે. "પ્રમાણિકતાથી કહું તો, મારી (ફાઇનલ) જોવાની એક ટકા તક છે," વોલ્ટરે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ કહ્યું હતું. અને વધુ પ્રમાણિક બનવા માટે, મને ખરેખર કોઈ પરવા નથી."

જોકે, વોલ્ટરે તરત જ કહ્યું કે ભારત માટે ઘરની ધરતી પર ટ્રોફી જીતવી વધુ યોગ્ય રહેશે. તેણે કહ્યું હતું કે, 'સ્વાભાવિક છે કે, ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હોવાથી યજમાન દેશ માટે વર્લ્ડ કપ જીતવો હંમેશા સારુ છે. અહીંના વાતાવરણને જોતા મને લાગે છે કે ભારત માટે ટ્રોફી જીતવી યોગ્ય રહેશે.

સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું

ભારતે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. આ સાથે જ કાંગારૂ ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. હવે 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ટીમ ઈન્ડિયાની નજર બદલો લેવાની છે

ભારતની નજર 2003માં મળેલી હારનો બદલો લેવા પર છે. તેણે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં હરાવીને હારનો બદલો લીધો હતો. હવે તેની નજર બીજા વેર પર છે. ટીમ ઈન્ડિયા 20 વર્ષ પહેલા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા માંગશે.

આ પણ વાંચો - World Cup Final : રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ બને તેવી પ્રાર્થના : નૈના બા જાડેજા

આ પણ વાંચો - World Cup 2023 Final : વર્લ્ડકપ ફાઇનલ મેચમાં અક્ષય કુમાર,અજય દેવગણ સહિતના બોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર

આ પણ વાંચો - વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 4 ભાગમાં થશે સેરેમની, એર શોથી શરૂઆત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AUS VS INDicc world cup 2023icc wtc final india vs ausIND VS AUSIND vs AUS Finalind vs aus pitch reportind vs aus wtc finalIND vs AUS WTC Final 2023India vs Australiaindia world cup 2023ODI World CupODI World Cup 2023Team IndiaWorld Cupworld cup 2023World Cup 2023 Finalworld cup 2023 finalsWorld Cup Final
Next Article