Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS: કેપ્ટન રોહિત શર્મા પ્રેશરમાં! 12 ઇનિંગ્સમાં માત્ર અડધી જ સદી

12 ઇનિંગ્સમાં રોહિત માત્ર અડધી સદી ફટકારી રોહિત શર્માનું ડાઉન થઇ રહેલુ પર્ફોમન્સ દર્શાવે છે રોહિત શર્મા ટેસ્ટમાં મોટી ઇનિંગની આશા હતી Rohit Sharma:12 ઇનિંગ્સમાં માત્ર 142 રન. માત્ર 11.83ની બેટિંગ એવરેજ. આ 12 ઇનિંગ્સમાં બેટિંગમાંથી માત્ર અડધી સદી...
ind vs aus  કેપ્ટન રોહિત શર્મા પ્રેશરમાં  12 ઇનિંગ્સમાં માત્ર અડધી જ સદી
Advertisement
  • 12 ઇનિંગ્સમાં રોહિત માત્ર અડધી સદી ફટકારી
  • રોહિત શર્માનું ડાઉન થઇ રહેલુ પર્ફોમન્સ દર્શાવે છે
  • રોહિત શર્મા ટેસ્ટમાં મોટી ઇનિંગની આશા હતી

Rohit Sharma:12 ઇનિંગ્સમાં માત્ર 142 રન. માત્ર 11.83ની બેટિંગ એવરેજ. આ 12 ઇનિંગ્સમાં બેટિંગમાંથી માત્ર અડધી સદી ફટકારી. આ આંકડા રોહિત શર્મા(Rohit Sharma)નું ડાઉન થઇ રહેલુ પર્ફોમન્સ દર્શાવે છે. કેપ્ટન્સીમાં તો ટીમ ફ્લોપ રહી સાથે જ રોહિતની બેટિંગે પણ એવું કંઇ ખાસ કમાલ ન દેખાડ્યો. એડિલેડમાં હિટમેનએ પોતાની બેટિંગ પોઝિશન પણ બદલીને જોઇ. પરંતુ ખરાબ ફોર્મને તેઓ ઇચ્છવા છતાં પણ ચેન્જ ન કરી શક્યા.રોહિત ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતીય કેપ્ટનની બેટિંગને જોતા સ્પષ્ટપણે લાગે છે કે તે જરૂર કરતાં વધુ દબાણ અનુભવી રહ્યો છે.

Advertisement

Advertisement

રોહિતના હાલ બેહાલ

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં રન માટે ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી 12 ઇનિંગ્સમાં રોહિતના અડધી સદી જ ફટકારી શક્યો. રોહિતની બેટિંગ એવરેજ માત્ર 11.83 રહી છે, જ્યારે તેના બેટમાંથી માત્ર 142 રન જ આવ્યા છે. જ્યારે રોહિત પર્થ ટેસ્ટમાં નાપાસ થયા બાદ એડિલેડ પરત ફર્યો ત્યારે દરેકને ભારતીય કેપ્ટન પાસેથી મોટી ઇનિંગની આશા હતી. પરંતુ બેટિંગ પોઝિશન બદલીને એવું લાગી રહ્યું હતું કે રોહિતે પોતાના પર વધુ દબાણ લીધું છે. પિંક બોલ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રોહિતે 23 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તેણે માત્ર 3 રન જ આવ્યા હતા. સુકાની ટીમને બેફામ છોડીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઇનિંગમાં પણ જ્યારે ટીમની લથડતી ઇનિંગને સંભાળવાની જરૂર હતી ત્યારે રોહિત 6 રન બનાવીને પેવેલિયન તરફ ચાલ્યો ગયો હતો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ESPNcricinfo (@espncricinfo)

આ પણ  વાંચો -IND vs AUS: શું મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ પર ICC લગાવશે પ્રતિબંધ ?

આવુ કેવી રીતે ચાલે ?

ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં રોહિત શર્મા માટે કંઇ ઠીક થઇ રહ્યું નથી. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી ચાર ટેસ્ટ મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે રોહિતની બેટિંગ પણ ટીકાકારોના નિશાના પર છે. એડિલેડમાં હાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ રોહિતને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી. ભારતીય સુકાનીએ ટૂંક સમયમાં તેના ખરાબ ફોર્મનો ઈલાજ શોધવો પડશે, કારણ કે જો સમગ્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રોહિતની હાલત આવી જ રહી તો ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો પર કડક પગલાં લેવાનું દબાણ રહેશે.

Tags :
Advertisement

Trending News

.

×