Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AFG : કોહલીએ અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારી બનાવ્યો વિરાટ રેકોર્ડ

બુધવાર 11 ઓક્ટોબરનો દિવસ ICC મેન્સ વર્લ્ડ કપ 2023 માં ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. અફઘાનિસ્તાન સામેની શાનદાર જીત સાથે, ભારતે માત્ર પોઈન્ટ ટેબલમાં જ મોટી છલાંગ લગાવી નથી, પરંતુ ખેલાડીઓ પણ સૌથી વધુ રન બનાવનારા અને વિકેટ લેનારા ખેલાડીઓની...
08:20 AM Oct 12, 2023 IST | Hardik Shah

બુધવાર 11 ઓક્ટોબરનો દિવસ ICC મેન્સ વર્લ્ડ કપ 2023 માં ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. અફઘાનિસ્તાન સામેની શાનદાર જીત સાથે, ભારતે માત્ર પોઈન્ટ ટેબલમાં જ મોટી છલાંગ લગાવી નથી, પરંતુ ખેલાડીઓ પણ સૌથી વધુ રન બનાવનારા અને વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં આગળ વધી ગયા છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હતા. જેને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ એક અન્ય ખેલાડી પણ છે કે જેણે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરી એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

કોહલીએ તોડ્યો સચિન તેડુંલકરનો રેકોર્ડ

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમતા અણનમ અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. વર્લ્ડ કપના એક ખાસ રેકોર્ડમાં તે તમામ મહાન બેટ્સમેનથી આગળ નીકળી ગયો છે. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 56 બોલમાં 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ (50 ઓવર અને T20I)માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ અગાઉ સચિન તેંડુલકરના નામે હતો. તેની 53મી વર્લ્ડ કપ ઇનિંગ્સમાં, કોહલીએ 60થી વધુની એવરેજ સાથે તેંડુલકરના 2278 રનના આંકડાને વટાવી દીધો છે. કોહલીએ 2011 વર્લ્ડ કપ દરમિયાન તેની પ્રથમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના આંકડા

કોહલીએ પાંચ T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે અને તેણે 25 ઇનિંગ્સમાં 14 અડધી સદી અને 81.50ની એવરેજ સાથે 1141 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી કોહલી વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન છે. તેણે ODI વર્લ્ડ કપમાં 1170 રન બનાવ્યા છે.

ICC વર્લ્ડ કપમાં સૌથી વધુ રન (ODI T20)

વિરાટ કોહલી - 53 ઇનિંગ્સમાં 2311 રન

સચિન તેંડુલકર - 44 ઇનિંગ્સમાં 2278 રન
કુમાર સંગાકારા - 65 ઇનિંગ્સમાં 2193 રન
ક્રિસ ગેલ - 65 ઇનિંગ્સમાં 2151 રન

સચિનનો આ મોટો રેકોર્ડ પણ તૂટી ગયો

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સફળ ODI રન-ચેઝમાં દેશબંધુ સચિન તેંડુલકરના 50 થી વધુ રનના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે ચાલી રહેલા ICC ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 8 વિકેટે જીત મેળવી હતી જેમાં કોહલીએ 56 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી પાસે રન ચેઝમાં 46 અડધી સદી છે, જે સચિન (45) કરતા એક વધુ છે.

આ પણ વાંચો - IND VS AFG : દિલ્હીમાં રોહિતે કર્યો રેકોર્ડનો વરસાદ, ક્રિસ ગેલ, સચિન તેંડુલકરને છોડ્યા પાછળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICC ODI World CupICC ODI World Cup 2023IND VS AFGODI World CupODI World Cup 2023sachin tendulkarVirat KohliWorld Cupworld cup 2023
Next Article