Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG : અફઘાનિસ્તાનની ટીમે ભારતને આપ્યો 273 રનનો લક્ષ્ય, બુમરાહ રહ્યો સૌથી સફળ બોલર

ભારત-અફઘાનિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની 9મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ટીમ ઈન્ડિયાને 273 રનનો લક્ષ્ય...
ind vs afg   અફઘાનિસ્તાનની ટીમે ભારતને આપ્યો 273 રનનો લક્ષ્ય  બુમરાહ રહ્યો સૌથી સફળ બોલર

ભારત-અફઘાનિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની 9મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ટીમ ઈન્ડિયાને 273 રનનો લક્ષ્ય આપ્યો છે.

Advertisement

અફઘાનિસ્તાને ભારતને આપ્યો 273 રનનો લક્ષ્ય

પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 272 રન બનાવી દીધા છે. ટીમ ઈન્ડિયાને દિલ્હીના મેદાનમાં જીત અપાવાની જવાબદારી લોકલ બોય વિરાટ કોહલી પર રહેશે. જે હાલમાં શાનદાર ફોર્મમાં છે. જોકે, તે પહેલા અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. જણાવી દઇએ કે, ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે અફઘાનિસ્તાન એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી છે. આર અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુર ભારતના પ્લેઈંગ ઈલેવનમાં આવ્યો છે. આ મેચમાં જ્યાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. બંને ટીમો વચ્ચે વનડેમાં કુલ ત્રણ મેચ રમાઈ છે. જ્યારે ભારતે બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

Advertisement

બુમરાહ સૌથી સફળ તો સિરાજ મોંઘો સાબિત થયો

Advertisement

અફઘાનિસ્તાનને ઓપનર ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝ તરફથી સારી શરૂઆત મળી હતી, પરંતુ સાતમી ઓવરમાં જસપ્રિત બુમરાહે ભાગીદારી તોડીને ઈબ્રાહિમ ઝદરાન (22)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિરાજ મોંઘો સાબિત થયો હતો. હાર્દિક પંડ્યાએ રહેમાનુલ્લા ગુરબાઝને આઉટ કર્યો હતો. ગુરબાઝે 28 બોલમાં 21 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે રહેમતને LBW આઉટ કર્યો. હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ વચ્ચે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. ઉમરઝાઈ 69 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. હશમતુલ્લાહ શાહિદીને કુલદીપ યાદવે LBW આઉટ કર્યો હતો. તેણે 88 બોલમાં 80 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો - WORLD CUP 2023 : હૈદરાબાદના સ્ટેડિયમમાં લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા, વિડીયો થયો ભારે વાયરલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.