Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા, રોજ ઉમટે છે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ

આપણા ગુજરાતના  મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં માનવ મહરામણ ઉમટી રહ્યું છે. ત્રણ દિવસ દરમિયાન 7 લાખ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. આ મહોત્સવમાં વિશ્વવિખ્યાત ગિરિબાપુની...
વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા  રોજ ઉમટે છે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ

આપણા ગુજરાતના  મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં માનવ મહરામણ ઉમટી રહ્યું છે. ત્રણ દિવસ દરમિયાન 7 લાખ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. આ મહોત્સવમાં વિશ્વવિખ્યાત ગિરિબાપુની શિવ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુએ અથાગ પ્રયાસ કર્યા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ મહોત્સવની પળેપળની ખબર ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સમગ્ર મહોત્સવના આયોજન અને અન્ય માહિતી અંગે આયોજકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Advertisement

મહામહોત્સવના સાક્ષી બનવા રોજ લાખો ભક્તોની ભીડ ઉમટે છે

આયોજક

આયોજક

ગુજરાત ફર્સ્ટની ટીમે તરભધામ વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજકો સાથે સમગ્ર મહામહોત્સવ અંગેની જાણકારી પ્રાપ્ત કરવા માટે વાત કરી હતી. આયોજકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, રોજ ભગવાન વાળીનાથના આ મહોત્સવના સાક્ષી બનવા માટે લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટે છે.આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ છે ત્યારે રોજના 2 થી 3 લાખ લોકો દર્શનાર્થે આવે છે. દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર તરફથી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ભક્તો ભગવાન વાળીનાથના સાનિધ્યનો અનુભવ કરે છે અને ગિરિબાપુની શિવ કથાનું રસપાન કરી પોતે સત્સંગમાં ભાગ લઈ તેઓ ધન્યતા અનુભવે છે.

Advertisement

અલૌકીક, વિશિષ્ટ અને પુણ્યદાઈ છે ભગવાન વાળીનાથનું આ શિવલિંગ

ભગવાન શિવના સાકાર રૂપનું મૂર્તિ આ વાળીનાથ મંદિરમાં સ્થાએલ હતી જે ખૂબ જ અનોખી વાત છે કારણ કે દરેક જગ્યાએ મોટે ભાગે ભગવાન શિવના નિરાકાર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પરંતુ હવે આ સ્થાનકે ભગવાન શિવના નિરાકાર રૂપ શિવલિંગને સ્થાપન કરવામાં આવનાર છે. આ શિવલિંગના દર્શન માત્રથી જ ભક્તોને 12 જ્યોતિર્લિંગ સર્વ તીર્થોની યાત્રાનું ફળ મળનાર છે.

સામાન્ય રીતે શિવલિંગની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે 12 જ્યોતિર્લિંગથી માટી લાવવામાં આવે છે.પરંતુ આયોજકો દ્વારા જાણવા મળ્યું છે કે, તરભધામ ખાતે જે શિવલિંગનું સ્થાપન કરવામાં આવનાર છે તે શિવલિંગને જાતે 12 જ્યોતિર્લિંગનો સ્પર્શ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ શિવલિંગને ચાર ધામની યાત્રા કરાવવામાં આવી છે.

કેટલીક વાર શિવલિંગની આ યાત્રામાં ઘણી મુશ્કેલીઓ પણ આવી છે. પરંતુ શિવ કૃપાથી શિવલિંગની 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા પૂરી થઈ છે. માટે કહેવામાં આવે છે કે તરભધામના આ શિવલિંગના દર્શન માત્રથી 12 જયોર્તિલિંગ અને સર્વ તીર્થોની યાત્રાનું ફળ મળે છે.

વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા પ્રદાન થયેલી છે 

ભગવાન વાળીનાથ

ભગવાન વાળીનાથ

વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા પ્રદાન થયેલી છે આથી આ સ્થાનક સાથે ભક્તોમાં અતૂટ શ્રધ્ધાનો નવો સંચાર પણ થયો છે. 16 થી 22 તારીખ દરમિયાન ગુજરાત સહિત દેશ ના પૂજ્ય સાધુ સંતો અહીં પધારી શોભામાં અભિવૃદ્ધિ સાથે વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર, આ દિવસે થશે લોકાર્પણ

Tags :
Advertisement

.