ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 WC 2024 માં INDIA ને SUPER 8 માં મળશે AFGHANISTAN ની SUPER ચેલેન્જ, જાણો આજે કોણ મારશે બાજી

INDIA VS AFGHANISTAN : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે વર્લ્ડકપ 2024 નો સુપર - 8 નો મુકાબલો રમાવવાનો છે. આજની મેચ ભારત માટે મહત્વપૂર્ણ રહેવાની છે. ભારતનો દેખાવ આ વિશ્વકપમાં ખૂબ જ સારું રહ્યું છે. લીગ સ્ટેજમાં ભારત ગ્રુપમાં પ્રથમ...
10:16 AM Jun 20, 2024 IST | Harsh Bhatt

INDIA VS AFGHANISTAN : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે વર્લ્ડકપ 2024 નો સુપર - 8 નો મુકાબલો રમાવવાનો છે. આજની મેચ ભારત માટે મહત્વપૂર્ણ રહેવાની છે. ભારતનો દેખાવ આ વિશ્વકપમાં ખૂબ જ સારું રહ્યું છે. લીગ સ્ટેજમાં ભારત ગ્રુપમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. ભારતની ટીમ ત્રણ મેચ જીતીને પ્રથમ ક્રમાંકે રહી હતી. લીગ સ્ટેજમાં  ભારતની ટીમે પાકિસ્તાનની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. હવે ભારત સુપર 8 માટે તૈયાર છે અને તેની પ્રથમ મેચ આજે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન ખાતે રમાશે.

PITCH REPORT

આજનો આ મુકાબલો બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાવવનો છે. આ મેદાનની પિચની વાત કરીએ તો, મેદાનની પીચ બેટ્સમેન અને બોલર બંનેને સપોર્ટ આપે છે. આ મેદાનની પીચ પરથી બોલરોને સ્વિંગ મળે છે. વેસ્ટ ઈન્ડિઝની પીચો હંમેશા સ્પિનરો માટે યોગ્ય રહી છે. તે જ સમયે, અહીં પ્રથમ દાવમાં બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો છે. આ મેચમાં તેના કારણે ટોસનું મહત્વ ખૂબ જ રહેવાનું છે. આ મેચમાં ટોસ જીતીને કપ્તાન બેટિંગની પસંદગી કરશે.

WEATHER REPORT

આ વિશ્વકપમાં અમેરિકામાં રમાયેલી ઘણી મેચો વરસાદને કારણે ધોવાઈ છે. ભારતની પણ એક મેચ કેનેડા સામે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. હવે અહી પ્રશ્ન આવે કે, શું આ મેચમાં પણ વરસાદ પડશે કે નહીં. આ મેચની વાત કરીએ તો આ મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વરસાદની સંભાવના 14 ટકા છે. મતલબ કે આ મેચમાં વરસાદ અવરોધ બની શકે છે. 20 જૂને મેચનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

HEAD TO HEAD (T20 INT.)

INDIA VS AFGHANISTAN HEAD TO HEAD : 08

INDIA WON : 07

AFG WON : 00

NO RESULTS : 01

INDIA VS AFGHANISTAN PROBABLE 11

ભારત સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (c), વિરાટ કોહલી, ઋષભ પંત (wk), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન સંભવિત પ્લેઈંગ 11: રહેમાનુલ્લા ગુરબાઝ (wk), ઈબ્રાહિમ ઝદરાન, ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, રાશિદ ખાન (c), નૂર અહમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

આ પણ વાંચો : INDW vs SAW: રોમાંચક મેચમાં ભારતની 4 રને જીત, સિરીઝ પણ નામે કરી

Tags :
AfghanistanGujarat FirstIND VS AFGIndiaRashid Khanrohit sharmaSports Newssuper 8T20T20-World-Cup-2024World Cup
Next Article