Rajkot : જીયાણાના પૂર્વ સરપંચે કરેલા કૃત્યથી સન્નાટો...!
Rajkot : સામાન્ય રીતે કોઇ પણ મુશ્કેલી સમયે કે તકલીફ સમયે સામાન્ય માનવી ઇશ્વરના શરણે જાય છે અને પરમાત્માને તકલીફો દુર કરવા માટે યાચના કરે છે પણ જ્યારે તેને જોઇતું પરિણામ ના મળે ત્યારે તે નિરાશ થઇ જાય છે. ક્યારેક તે ડિપ્રેશનમાં પણ જતો રહે છે. રાજકોટ જિલ્લાના જીયાણા (Rajkot) ગામમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે જ્યાં ભગવાનથી નારાજ થયેલા ગામના પૂર્વ સરપંચે ગામના ત્રણ મંદિરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
પૂજા પાઠ કર્યા પછી પણ પરિસ્થિતિના સુધરતાં આગ લગાડી
રાજકોટના જીયાણા ગામમાં અનોખો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં ભગવાનથી નારાજ થઈ ગામના માજી સરપંચ દ્વારા ગામના ત્રણ મંદિરને આગ ચાંપવામાં આવી છે. પૂજા પાઠ કર્યા પછી પણ પરિસ્થિતિના સુધરતાં તેણે આખરે ભગવાનના મંદિરને જ આગ ચાંપી દીધી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ
પોલીસે આગ ચાંપનારા પૂર્વ સરપંચે અરવિંદ સરવૈયાને સકંજામાં લીધો છે. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે ગામમાં ચર્ચા થઇ રહી હતી કે કેટલાક અસામાજિક તત્વોએ આ મંદિરો સળગાવ્યા છે. પણ ત્યારબાદ આ ઘટના બહાર આવી હતી. ગામના ત્રણ મંદિરને આગ ચાંપવામાં આવતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને આગ લગાડનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો----- Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે…!
આ પણ વાંચો----- Gujarat : રાજ્યભરમાં માવઠાનો માર, ત્રણના મોત, 270 ગામમાં વીજળી ગુલ
આ પણ વાંચો----- Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી
આ પણ વાંચો---- IT Raid : સુરતના એશ્વર્યા ગ્રૂપ સહિતના સ્થળો પર 5 દિવસ બાદ તપાસ પૂર્ણ, 400 કરોડના દસ્તાવેજો મળ્યા!